જામનગરમાં તેના પ્રથમ સ્ટુડિયો પેપરફ્રાયની રજૂઆત

જામનગર મોર્નિંગ - ગુજરાત


પેપરફ્રાય, ભારતના નં.1 ફર્નિચર અને હોમ પ્રોડક્ટ માર્કેટપ્લેસે આજે ગુજરાતના જામનગરમાં તેના પ્રથમ પ્રાયોગિક સેન્ટર – સ્ટુડિયો પેપરફ્રાયની રજૂઆતની જાહેરાત કરી છે. આ વિસ્તરણ ભારતના સૌથી મોટા ઓમ્ની-ચેનલ વ્યવસાયને મહાનગરોની સાથેસાથે વિશિષ્ટ બજારોમાં સ્થાપિત કરવાના પેપરફ્રાયના ઉદ્દેશના અનુરૂપ છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં તેના ત્રણ સ્ટુડિયોને મળેલી જબરદસ્ત સફળતા બાદ કંપનીએ રાજ્યમાં તેની ઉપસ્થિતિને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો છે. પેપરફ્રાય, જેનો પ્રથમ સ્ટુડિયો 2014માં રજૂ કરાયો હતો તે હાલમાં દેશમાં 20થી વધુ શહેરોમાં 60થી વધુ (માલિકી અને ફ્રેન્ચાઇઝ) સ્ટુડિયો ધરાવે છે.  

આયુષ એટરપ્રાઇઝ સાથેની ભાગીદારીમાં શરૂ કરાયેલો આ સ્ટુડિયો જામનગરના અંબર ક્રોસ રોડ સ્થિત છે. જામનગરના ગ્રાહકો હવે સ્ટુડિયોની મુલાકાત લઇ શકે છે, જે પેપરફ્રાયની વેબસાઇટ અને એપ પર ખરીદી માટે ઉપલબ્ધ ક્યુરેટેડ કેટલોગ, કટીંગ એજ ડિઝાઇન અને ઉત્તમ ગુણવત્તાવાળા ફર્નિચર અને ડેકોર પ્રોડક્ટ્સનો પ્રથમ અનુભવ મેળવવા માટે 1050 ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં ફેલાયેલો છે. આ ઉપરાંત, ગ્રાહકો પોતાના સપનાના ઘરના નિર્માણ માટે ઈન-હાઉસ ડિઝાઇન નિષ્ણાતોની નિઃશુલ્કપણે સહાય મેળવી શકે છે. 

ટિયર 2 બજારો અને તેનાથી આગળ પોતાની ઉપસ્થિતિનો વિસ્તાર કરવાના ઉદ્દેશ સાથે પેપરફ્રાયે 2017માં પોતાનો પહેલો ફ્રેંચાઇઝી સ્ટુડિયો શરૂ કર્યો અને ત્યારથી અત્યાર સુધી દેશભરમાં કોલ્હાપુર, ત્રિવેન્દ્રમ, પટના, બેંગલુરૂ, ઈન્દોર, કોઇમ્બતોર, હુબલી અને મૈસૂર સહિતના અન્ય બજારોમાં ફોફો (ફ્રેંચાઇઝી ઓવ્ન્ડ એન્ડ ફ્રેંચાઇઝીઑપરેટેડ) સ્ટુડિયોની રજૂઆત કરી છે. આ ફ્રેંચાઇઝી સ્ટુડિયોઝ માટે બ્રાંડે પ્રસ્થાપિત સ્થાનીક ઉદ્યમીઓ સાથે સહયોગ કર્યો છે, જે હાઇપરલોકલ માર્કેટ અને માંગ પ્રવાહોથી સારી રીતે વાકેફ છે. કંપનીએ પોતાના બેજોડ ફ્રેંચાઇઝી મૉડલને 2020માં સંશોધિત કર્યો છે, જેથી તેઓ વર્તમાન અને સંભવિત ફ્રેંઝાઇઝી ભાગીદારો બન્ને માટે વધુ આકર્ષક બની શકે. આ મૉડલ મૂલ્ય સમતા પર આધારિત છે અને તેના માટે ભાગીદારનેપ્રોડક્ટ ઇન્વેટ્રી રાખવાની જરૂર હોતી નથી, જેનાથી તે પારસ્પરિક રીતે લાભદાયી વ્યવસાયિક સંગઠન બની જાય છે. પેપરફ્રાય એક રિવોર્ડ સ્ટ્રક્ચર પણ પ્રદાન કરે છે, જેમાં ફ્રેંચાઇઝી માલિક ફ્રેંચાઇઝી સ્ટુડિયોના માધ્યમથી કરાયેલા દરેક ઑનલાઇન વ્યવહાર પર 15% (અગાઉનું મૉડલઃ 10%)નું કમીશન કમાઇને લાભ ઉઠાવી શકે છે.   

પેપરફ્રાયના સ્ટુડિયોઝ, જે થોડા જ સમયમાં મુખ્ય ગ્રાહક ટચપોઈન્ટના રૂપે ઉભર્યા છે, તે કંપનીના સમગ્ર વ્યવસાયમાં 30%થી વધુનો ફાળો આપે છે.   

રજૂઆત પ્રસંગે અમૃતા ગુપ્તા, બિઝનેસ હેડ, પેપરફ્રાયે જણાવ્યું, “આ વર્ષોમાં ગુજરાત અમારા માટે એક અતિ મહત્વનું બજાર બની ગયું છે, જે અમારા અમદાવાદ, સુરત અને વડોદરા સ્ટુડિયોને મળેલા સકારાત્મક પ્રતિસાદથી પ્રતિબિંબિત થાય છે. તેથી અમે ગુજરાતમાં અમારી ઉપસ્થિતિને વિસ્તૃત કરતા રાજ્યમાં ચોથો અને જામનગરમાં પ્રથમ સ્ટુડિયો શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે આયુષ એન્ટરપ્રાઇઝ સાથેની ભાગીદારીમાં સ્થાપિત છે. ઘરોની ભૂમિકા હવે બદલાતી હોવાથી અમે માનીએ છીએ કે લોકો એવુ ઘર બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે જે આરામ અને કાર્યક્ષમતાને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે. તેથી ગ્રાહકોને યોગ્ય ઘર બનાવવામાં મદદ કરવા માટે અમારૂ લક્ષ્ય તેઓ સુધી વધુમાં વધુ ટચપોઈન્ટના માધ્યમથી ઉપલબ્ધ થવાનો છે, જે મહાન મૂલ્ય બિંદુઓ પર વિવિધતા પ્રદાન કરે છે.”

આયુષ ઉદાણી, માલિક, આયુષ એન્ટરપ્રાઇઝએ જણાવ્યું, “અમે ભારતના અગ્રણી હોમ એન્ડ ફર્નિચર માર્કેટપ્લેસ સાથે ભાગીદાર બનીને ખૂબ જ ખુશ છીએ. પેપરફ્રાયે સાચા અર્થમાં અલગ ઓમ્નીચેનલ વ્યવસાયનું નેતૃત્વ કર્યું છે અને સૌથી વિશાળ ઓમ્નીચેનલ હોમ અને ફર્નિચર વ્યવસાય બનવા માટેની તેમની યાત્રામાં ભાગીદાર બનવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.”

પેપરફ્રાય માર્ચ 2021 સુધીમાં તમામ ટીયર 2 અને 3 શહેરોમાં 10 નવા (ફ્રેન્ઝાઇઝી ઓવ્ન્ડ એન્ડ ફ્રેંચાઇઝી ઑપરેટેડ) પ્રાયોગિક સ્ટુડિયો રજૂ કરવાની યોજના ધરાવે છે.