• જામનગર જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન કોરોના ના ૦૬ કેસ: જામનગર શહેરના ૦૬ કેસ: જ્યારે ગ્રામ્ય માં એક પણ કેસ નોંધાયો નહીં

 જામનગર મોર્નિંગ - જામનગર તા: ૧૫, જામનગર શહેર અને જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ દિન-પ્રતિદિન ઘટતો જાય છે, કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ઘટતી જાય છે. છેલ્લા ૪૮ કલાક ના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અને જામનગર શહેરના શનિવારે ૦૩ તેમજ રવિવારે ૦૩ સહીત ૪૮ કલાક માં કુલ ૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, જોકે શનિ-રવિ દરમિયાન ગ્રામ્યના એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. ઉપરાંત શહેર અને જિલ્લાના કુલ ૭ દર્દીઓને રજા આપવામાં આવી છે.

 છેલ્લા ૧૫ દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટ માં જ રહ્યો છે, અને છેલ્લા ૨ દિવસ થી જામનગર જીલ્લાનો અત્યાર સુધીનો સૌથી નીચો આંક માત્ર ૩ કેસ નોંધાયા હતા.

 જામનગર જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટ માં જ રહ્યો છે,
છેલ્લા ૪૮ કલાક ના સમયગાળા દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થવાથી જામનગર જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૧,૦૪૭ નો થયો છે. 

છેલ્લા ૪૮ કલાક દરમિયાન જામનગર શહેરના ૦૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે, તેમજ ગ્રામ્યના ૦૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. 

 જામનગર શહેરમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન ૦૬ પોઝેટીવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭,૮૩૪ નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં એક પણ કેસ નોંધાયો ન હોવાથી કુલ આંકડો ૨,૩૭૨ નો યથાવત રહ્યો છે. અને સમગ્ર જિલ્લામાં કુલ ૧૦,૨૦૬ લોકો કોરોના સંક્રમિત બન્યા છે.