• ખાનગી હોસ્પિટલમાં લગાવવામાં આવેલા ફાયર ના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ફાયરના સ્ટાફ દ્વારા અપાયું જરૂરી માર્ગદર્શન


 જામનગર ૯, જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલી ખાનગી હોસ્પિટલના ૧૪૪ જેટલા પેરામેડીકલ સ્ટાફને હોસ્પિટલમાં લગાવવામાં આવેલી ફાયર પ્રણાલી ના ત્વરિત ઉપયોગ અંગે ની જાણકારી અને તેને ઉપયોગમાં લેવા અંગેની તાલીમ મળી રહે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે નિદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની કચેરી ના ફાયર સ્ટેશનમાં જુદા-જુદા બે સેશનમાં શહેરની અલગ અલગ કોવિડ હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલોના તબીબ, નર્સ, સિક્યુરીટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ વગેરે ને ફાયર શાખાના સ્ટાફ દ્વારા ફાયર પ્રણાલીનો આગ ની ઘટના સમયે કઈ રીતે ઝડપથી ઉપયોગ કરવો અને દર્દીઓને કઈ રીતે બચાવી શકાય તેમજ ફાયરની પ્રણાલી નો ત્વરિત ઉપયોગ કઈ રીતે કરી શકાય, તે અંગેની જરૂરી તાલીમ આપવામાં આવી હતી.

 શનિવારે ફાયર સ્ટેશનમાં જુદા-જુદા બે સેશનમાં ફાયર પ્રણાલી અંગેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અને તમામ પેરામેડીકલ સ્ટાફને જરૂરી જાણકારી આપવામાં આવી હતી.