જામનગર તા ૩, જામનગર શહેરમાં વસવાટ કરતા કચ્છી ભાનુશાળી જ્ઞાતિજનો માટે દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં ઓધવદીપ વિદ્યાલય સામે કચ્છી ભાનુશાળી જ્ઞાતિ ની વાડી માં ૨૦ બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાતિજનો માટે કોરેન્ટાઈન થનાર કોરોના ના દર્દીઓ માટે બે ટાઈમ ભોજન, તેમજ બે ટાઇમ નાસ્તો, તથા જરૂરી ઉકાળા સહિતનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ૨૪ કલાક નર્સિંગ સ્ટાફ તેમજ એટેન્ડન્ટની વ્યવસ્થા અને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓ માટે ઓક્સિજન ની વ્યવસ્થા પણ જ્ઞાતિ તરફથી કરી આપવામાં આવશે. હાલમાં ૨૦ બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. અને જરૂર પડ્યે તેનું વિસ્તરણ કરવાની પણ જ્ઞાતિ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે.

 આ કોવિડ કેર સેન્ટર નો પ્રારંભ કચ્છી ભાનુશાલી જ્ઞાતિના પ્રમુખ બાબુભાઈ રતડા, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશભાઈ આલરીયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિનેશભાઈ ગજરા,ઉપ- પ્રમુખ સુરેશભાઈ ભદ્રા, મંત્રી દીપકભાઈ હૂરબડા તથા અન્ય ટ્રસ્ટી ગણ વગેરેના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સમયે કચ્છી ભાનુશાલી જ્ઞાતિના અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.