જામનગર મોર્નિંગ - જામનગર તા.28 : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય નાઓની સુચના તેમજ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ . શ્રી એસ.એસ. નિનામા નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરયર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો / નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સ્ટાફના સલીમભાઇ નોયડા તથા રણજીતસિંહ પરમાર તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને બાતમી મળેલ કે , જામનગર જિલ્લા જેલના પાકા કામના કેદી . - ૨૧૯૮૪ રમેશ આંબાભાઇ રાખશીયા રહેવાસી- પીપર ગામ તા.કાલાવડ જી.જામનગર વાળો જિલ્લા જેલ જામનગર ખાતેથી દિન -૯૦ વચગાળાના જામીન પર મુક્ત થય બાદ જેલમાં હાજર ન થતાં ફરાર છે જે કેદી કાલાવડ તાલુકાના પીપર ગામે હોવાની બાતમી આધારે હકીકત વાળી જગ્યાએથી મજકુર ઇસમને પકડી પાડી પરત જામનગર જિલ્લા જેલ ખાતે સોપી આપેલ છે . આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.એસ.ગરચર તથા ટીમ દ્વારા કરવામાં આવેલ.
x