પાકિસ્તાની બોટ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી દરિયાઈ માર્ગે સલાયા સુધી માછીમારી બોટ મારફતે સલાયા સુધી પહોંચાડનાર વધુ બે આરોપી ઝડપાયા, કુલ પાંચ આરોપીઓ ઝડપાયા સાથે જ ઉપયોગમાં લેનાર એક માછીમારી બોટ અને બે મોટરકારનો પણ કબ્જો લેવાયો.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા : ખંભાળીયાના આરાધના ધામ નજીકથી તા.10ના રોજ મહારાષ્ટ્રનો શખ્સ પકડાયેલ 17.651 કિ. ગ્રા. ડ્રગ્સનો જથ્થો બાદમાં તે જથ્થો સલાયાથી લીધાનું કબૂલાતાં સલાયાના નામચીન બે બે શખ્સોના કબ્જામાંથી વધુ 46 કિ. ગ્રા. ડ્રગ્સ ઝડપાયું હતું આમ કુલ 63 કિગ્રા ડ્રગ્સ જેની બજાર કિંમત 315 કરોડ આસપાસ થાય છે જે ડ્રગ્સ પાકિસ્તાનીથી દરિયાઈ માર્ગે આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું બાદમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી કે આ ડ્રગ્સ સલાયા સુધી કંઈ રીતે પહોંચ્યું કોણ અને કેવી રીતે લેવા ગયા હતા જેમાં કુનેહપૂર્વક તપાસ કરતાં ત્યાં સુધી પણ પહોંચાઈ ગયું જેમાં પાકિસ્તાની પાસેથી ડ્રગ્સની ડીલેવરી લેવા ગયેલ વધુ બે શખ્સને પણ ઝડપી લીધા છે.


દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસની સતર્કતાથી ખંભાળીયાના સલાયા માંથી ૬૩ કિલો ૦૧૯ ગ્રામ કિં.રૂ ૩,૧૫,૦૯,૫૦,૦૦૦/- ની કિંમતના નો મુદામાલ કબ્જે કરી વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે બી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૮૫૦૦૮૨૧૦૨૨૦ / ૨૦૨૧ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) , ૨૫ ( એ ) , ૨૩ ( સી ) , ૨૯ મુજબ ગુન્હો રજી.કરાવીને બહોળો અનુભવ ધરાવતા પોલીસ ઈન્સપેકટર શ્રી જે.એમ.પટેલ દ્વારા અલગ અલગ દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.


 આજરોજ તારીખ .૧૨/૧૧/ ૨૦૨૧ના રોજ વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે બી ગુ.ર.નં .૧૧૧૮૫૦૦૮૨૧૦૨૨૦/૨૦૨૧ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮ ( સી ) , ૨૦ ( બી ) , ૨૫ ( એ ) , ૨૩ ( સી ) , ૨૯ મુજબના ગુન્હાના કામે ચક્રો ગતિમાન કરતા આ કામના આરોપી સલીમ યાકુબ કારા તથા અલી અસગર યાકુબ કારા રહે.સલાયા વાળાઓએ યુધ્ધના ધોરણે રૂપેણ બંદરથી ફારૂકી .૧ નામની એક બોટની ખરીદી કરી ગઈ તારીખ .૨૯/૧૦/૨૦૨૧ ના રૂપેણ બંદરથી ( ૧ ) સલીમ ઉંમર જુસબ જશરાયા જાતે મુસ્લીમ વાઘેર ઉ.વ. ૫૦ ધંધો માછીમારી રહે . પરોડીયા રોડ , ખારી વિસ્તાર , રાણવાળા ડાડાની દરગાહ પાસે , સલાયા તા . જામ ખંભાળીયા તથા ( ૨ ) ઇરફાન ઉંમર જુસબ જશરાયા જાતે મુસ્લીમ વાઘેર ઉં.વ. ૩૪ ધંધો વેપાર રહે . પરોડીયા રોડ , ઓલીયા પીરી દરગાહ પાસે , સલાયા તા . જામ ખંભાળીયાવાળાને માદક પદાર્થનો જથ્થો મેળવવા રવાના કરેલ અને ઉપરોક્ત બંન્ને ઈસમો માછીમારી બોટ લઈને આઈ.એમ.બી.એલ.નજીક પહોંચી વાયરલેસ સેટ મારફતે પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કરેલ અને પાકિસ્તાની બોટ પાસેથી માદક પદાર્થનો જથ્થો મેળવી માછીમારી જાળ નીચે છુપાવીને ગઈ તારીખ .૦૯ / ૧૧ / ૨૦૨૧ ના રોજ સલાયા , શાંતિનગર દરિયાકાંઠા ખાતે પરત આવેલ આ કામના આરોપી સલીમ યાકુબ કરા સાથે સંપર્ક કરતા સલીમ યાકુબ કારા માદક પદાર્થ પોતાની પાસે રહેલ ટાટા નેનો કારમાં લઈ આવેલ અને તેમાંથી અલગ અલગ કવોલીટી પ્રમાણેનો માદક પદાર્થ આ કામે આરાધના ધામ પાસેથી પકડાયેલ માદક પદાર્થ આરોપી સજ્જાદ સિકંદર ઘોસી રહે.થાણે વાળાને પોતાની પાસે રહેલ કિયા મોટર કાર મારફતે આપી આવેલ હતો જેથી આ કામની તપાસ દરમ્યાન આજરોજ ઉપરોક્ત બંન્ને આરોપીઓને ધોરણસર અટક કરીને આ ગુન્હા કરવા માટે ઉપયોગમાં લેવાયેલ બંન્ને મોટરકાર કિંમત ૮૫૦૦૦૦/- ની કબ્જે કરવામાં આવેલ છે તેમજ માદક પદાર્થ લઈ આવવા માટે ઉપયોગમાં લેવાયેલ માછીમારી બોટ કિં.રૂ .૨૦૦૦૦૦/- ની કબ્જે કરવામાં આવેલ . આ કામે પોલીસ કસ્ટડી રીમાન્ડ પર રહેલ આરોપીઓની ઉંડાણપૂર્વક પુછપરછ કરી વેચાણ અર્થે માદક પદાર્થ હેરોઇન ડ્રગ્સની ભારતમાં આયાત કરી , પોતાના કબજામાં રાખી તથા હેરાફેરી કરેલ હોવાનું ફલીત થયેલ છે તેમજ આ ગુન્હાના મુળ સુધી પહોંચવા કોણ કોણ આરોપીઓએ મદદ કરેલ છે ? ગુન્હો કરવામાં કોણે - કોણે ભાગ ભજવેલ છે ? મજકુર ઈસમો માદક પદાર્થ ક્યાંથી અને કેવી રીતે મેળવેલ છે ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


વધુ ફોટા 👇