આર્ટ ઓફ લિવિંગ માટે પ્રખ્યાત ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર અને પ્રણામી સંપ્રદાયના વડા શ્રી કૃષ્ણમણિજી મહારાજની ધાર્મિક મિટિંગ બેંગ્લોર સ્થિત આશ્રમમાં યોજાઈ. એમજ આશ્રમ ના આરોગ્ય વિભાગ, સત્સંગ હોલ, ગૌ શાળા સહીતના વિભિન્ન વિભાગોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સ્વામી શ્રી કૃષ્ણમણિજી મહારાજના ટીમ મેમ્બર્સ - શ્રી બ્રિજેશ પ્રણામી (CEO હેલ્થ કરે પ્રાઇવેટ લિમિટેડ), ડૉ. દીપેન પટેલ (સ્થાપક, CEO આલાયમ રિહેબ કેર), ડૉ. કુલદીપ જોશી (ઓન્કોલોજી વિભાગ, એપોલો હોસ્પિટલ અમદાવાદ) અને શ્રી સુગ્નેશ હિરપરા (ડાયરેક્ટર- ઝીલમેક્સ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ) સહીતના અનુયાયીઓ જોડાયા હતા.

 

જામનગરનો ખીજડા મંદિર શ્રી 5 નવતનપુરી ધામ તરીકે ઓળખાય છે, જે જામનગરની મધ્યમાં આવેલ છે. મંદિરની સ્થાપના શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના પૂર્વ આચાર્ય નિજાનંદ સ્વામી શ્રી દેવચંદ્રેજી દ્વારા 1630 માં કરવામાં આવી હતી. આમ આ સ્થાન પ્રણામી સંપ્રદાયનું સ્થાપક સ્થળ છે જે તમામ ધર્મની એકતાને પ્રોત્સાહન આપે છે. પહેલા આ પવિત્ર સ્થળ ગુરુદેવ એક બગીચો હતો, એક વખત શ્રી દેવચંદ્રજી અહીં પધાર્યા અને દાંત ધોવા માટે ખીજડાના ઝાડની એક નાની ડાળી લીધી અને પછી તેના બે ટુકડા કરી જમીનમાં રોપ્યા. સમય વીતતા તે બે મોટા ખીજડાના ઝાડ બની ગયા. છતાં આ બંને વૃક્ષો લગભગ 400 વર્ષ પછી પણ મંદિરની મુખ્ય દિવાલ સાથે જોડાયેલા છે. આ રીતે કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનું આ પાયાનું મંદિર વિશ્વભરમાં 800 થી વધુ ધાર્મિક કેન્દ્રો આવેલા છે અને 3 કરોરથી વધુ અનુયાયીઓ છે.