તા.૦૮, મે, રવીવારના રોજ 'મધર્સ–ડે' ઉજવવામાં આવે છે. આપણી સંસ્કૃતિ ભુલીને વિદેશમાં ચાલતા અલગ-અલગ દિવસોની ઉજવણી આપણે કરી રહયાં છીએ. ફાધર્સ–ડે, મધર્સ–ડે, ફલાવર–ડે, વેલેન્ટાઈન–ડે, વિગેરેની ઉજવણી કરીએ છીએ. વિદેશમાં દરેક દિકરો કે દિકરી ૧૮ વર્ષ પછી પોતે બહાર ભણવા જાય છે તથા પોતાના પરીવારથી અલગ રહેવા જાય છે. જેણે મા–બાપને આવા દિવસોએ જ મળવાનું થાય છે. જયારે આપણા પરીવારોમાં આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સંતાનો જીવનભર મા–બાપ સાથે જ રહેતા હોય છે. અને તેમણે વંદન કરવાનો નિયમ આપણે ત્યાં છે. એટલું જ નહી આજુબાજુમાં રહેતા વડીલોને પણ કાકા, માસા, દાદા કહીને પગે લાગીએ છીએ. જેથી આપણે મધર્સ–ડે ઉજવવાની જરૂરીયાત રહેતી નથી. જેની સામે આપણા દરેક ભગવાન—માતાજી પાસે કોઈપણ પશુ—પક્ષીઓનું વાહન છે. તેવી જ રીતે કૃષ્ણ ભગવાનને ગાય માતા પ્રિય છે. એ ગાયમાતા કૃષ્ણ ભગવાનની પણ માતા છે અને વિશ્વની પણ માતા છે. અને માતાના દુધ પછી આપણને જીવનભર ગાયમાતા અમૃત જેવું દુધ આપે છે. જેથી આપણે અને આપણા આંગણે બાંધીએ અથવા તો ગૌશાળામાં—પાંજરાપોળમાં લીલો સૂકો ચારો દાન–અર્પણ કરીને 'મધર્સ–ડે ' ઉજવીએ તે જ આપણી ભારતીય સંસ્કૃતિ છે. જેના દ્વારા જમીનનું નવ સર્જન થાય છે. જે અનાજ-પાણી ઉત્પન્ન થાય છે. તેની જે ઓર્ગેનીક એટલે કે શકિતપ્રદ મળે છે. જે ખોરાક દ્વારા આપણું જીવન શકિતપ્રદ, સ્ફૂર્તિવાન તથા નીરોગી બને છે. તેના હીસાબે આપણું મન દયાવાન અને કરૂણામય બને છે. ખોટા વિકારો ઉત્પન્ન થતાં નથી જેથી આપણે હિંસાત્મક પ્રવૃતિઓ કરવાથી બચી શકીએ છીએ. આપઘાત કરવાના પણ વિચારો આપણા મનમાં આવતા નથી.
તા.૧ ફેબ્રુઆરી 'વેલેન્ટાઈન–ડે' ને બદલે 'કાઉ–ડે' ઉજવીને રાજકોટની ભાગોળે આવેલ શ્રીજી ગૌશાળામાં ગાય માતાને ભેટી ઉર્જા પ્રાપ્ત કરવાનો એક નવો ચીલ્લો થોડા વર્ષોથી શરૂ થયો છે. આ દિવસ પણ આપણે ગૌ, ગંગા, ગાયત્રી, અને ગોવીંદનો સુમેલ છે તેવી દેશી ગાયમાતાને ભેટીને 'ગાય માતા' દિવસ ઉજવીને આપણે સૌ વેલનેસ મેળવીએ.
0 Comments
Post a Comment