બે કાર સહિત રૂ. 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં દિ. પ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે બે જગ્યાએથી 220 નંગ ઈંગ્લિશ દારૂ તેમજ બે નંગ કાર સહિત રૂ. 10 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલ શખ્સોને શોધવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ યુનો કેમિસ્ટની સામેથી ગલીમાંથી એક શખ્સ જીજે 01 કેવી 2862 નંબરની કારમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો લઈ નીકડવાનો હોય તેવી બાતમી સીટી એ ડીવીઝનના પોલીસને મળતા પોલીસે કાર રોકતા કાર ચાલક ત્યાંથી નાસી જઈ દિ. પ્લોટ 49માં આશાપુરા મંદિરની પાછળ કાર છોડી નાસી જતાં પોલીસે કારમાંથી 120, નંગ ઈંગ્લિશ દારૂની બોટલ કિમંત રૂ. 60,000 તેમજ કાર સહિત રૂ. 5,60 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી નાસી ગયેલ શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
જ્યારે બીજા દરોડામાં તે જ જગ્યાએથી એક શખ્સ જીજે 12 ડીજી 5256 નંબરની કારમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો લઈને નીકડવાનો હોય તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર રોકવાનો પ્રયાસ કરતા ત્યાંથી કાર ચાલક નાસી જઈ દિ. પ્લોટ 56 કાર છોડી નાસી જતાં કારમાંથી પોલીસ 108 નંગ ઈંગ્લિશ દારૂ કિંમત રૂ. 54,000 તેમજ કાર સહિત રૂ. 3.54 લાખનો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ એમ. જે. જલુ, પીએસઆઈ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફના યુવરાજસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, પ્રવિણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ અને યોગેન્દ્રસિંહ સોઢા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment