રૂ. 7.61 લાખનો મુદામાલ કબ્જે: પાંચ નંગ ઈંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ: એલસીબી દ્વારા કાર્યવાહી

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી ઘોડીપાસાની મીની ક્લબ જામનગર એલસીબીએ ઝડપી લઈ 12 શખ્સો વિરુધ્ધ કાર્યવાહી કરી પાંચ નંગ ઈંગ્લિશ દારૂની બોટલ સાથે રૂ. 7.61 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નંબર 9,પુજા એવન્યુમાં રહેણાંક મકાનમાં ઘોડીપાસાનો જુગાર હાલતો હોય તેવી બાતમી જામનગર એસીબીને મળતા સાગર કિશોર સોમીયા, અનિલ ઉર્ફે ભૂરો હરીશ મંગે, દિનેશ નારણ તખતાણી, રવિ જગદીશ મંગે, પ્રવીણ હરસુખ ખરા, મનસુખ રામા સોલંકી, જયસુખ વજા ટોયટા, રવીગીરી ભગવાનગીર ગોસાઈ, દિપેશ નરેન્દ્ર સોલંકી, મનસુખ જેશા બાંભવા, સુનીલ જ્ઞાનચંદ લાવવાણી અને અશોક ખટાઉ મંગે નામના 12 શખ્સને ઝડપી લઈ રૂ. 92,950 તથા એક કાર અને સાત મોટરસાયકલ કુલ મળી રૂ. 6,10,000 તેમજ 14 નંગ મોબાઈલ ફોન કિંમત રૂ. 56,500 અને પાંચ નંગ ઈંગ્લિશ દારૂની બોટલ કિંમત રૂ. 2000 કુલ મળી રૂ. 7,61,450ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હીરેધભાઈ વરણવા, દિલીપભાઈ તલાવડિયા, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.