ઈન્ડિયામાં પ્રથમ વખત યોજનાર અન્ડર - 15 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ

જામનગર મોર્નિંગ - જામનગર


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત વુમન્સ અન્ડર - 15 ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 27-12-2022 થી ઈન્દોર ખાતે અન્ડર - 15 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે, જેમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ટીમની દશ બાળાઓ સૌરાષ્ટ્ર ક્રિકેટની ટીમમાં પસંદગી પામેલ છે. વુમન્સ ક્રિકેટ ટીમમાં આ ઘટના પ્રથમ વખત બનેલ છે કે એક સાથે જામનગરની દશ બાળાઓને સ્થાન મળેલ છે. જે જામનગર વાસીઓ માટે ગૌરવની વાત છે. આ દરેક વુમન્સ ખેલાડી જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે કોચિંગ લઈ રહેલ છે. આ તકે જામનગર ડિસ્ટ્રીક્ટ એસોશિયેશન હોદ્દેદારો અને દરેક સભ્યોએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.


જામનગરવાસીઓ માટે આ ગૌરવની વાત છે યુવકોની માફક જામનગરની મહિલા ક્રિકેટરો પણ વિશ્વકક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે.