• 144 નંગ બોટલ એલસીબીએ કબ્જે કરી: ત્રણ સપ્લાયરની શોધખોળ 


જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં આવેલ દિ. પ્લોટ 58માં બાળકોના સ્મશાન પાસે રહેતા શખ્સના રહેણાંક મકાનમાંથી એલસીબીએ 144 નંગ ઈંગ્લિશ દારૂ સાથે શખ્સને ઝડપી લઈ ત્રણ સપ્લાયરના નામ ખુલતા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેર-જિલ્લામાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગેનું ડ્રાઈવનું આયોજન કરી કેસો શોધવા એસપી પ્રેમસુખ ડેલુ અને ઈન્ચાર્જ ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીની સૂચનાથી એલસીબી પીએસઆઈ એસ.પી. ગોહિલ સ્ટાફના માણસો સાથે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે સ્ટાફના અજયસિંહ ઝાલા અને યશપાલસિંહ જાડેજાને બાતમી મળતા જામનગર શહેરમાં દિ. પ્લોટ 58માં બાળકોના સ્મશાન પાસે રહેતો આનંદ ઉર્ફે બાડો નાનજીભાઈ ભદ્રા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો કરતા ઈંગ્લિશ દારૂની 144 નંગ બોટલ કિમંત રૂ. 72,000નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં સપ્લાય કરનાર જીગ્નેશ ઉર્ફે જીગો, દિપક ઉર્ફે અટાપટુ અને મહેન્દ્ર ઉર્ફે બુસીંગ નામના ત્રણ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

31 ડિસેમ્બર પહેલા પ્યાસીઓને પાર્ટી માટે માલ પહોંચે તે પહેલાં જ પોલીસે ઈંગ્લિશ દારૂ ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી રાત દિવસ પેટ્રોલીંગ ચાલુ કર્યું છે અને સપ્લાયર જો હાથમાં આવે તો વધુ માત્રામાં દારૂ બહાર આવી શકે છે.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા અને ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.