કબીર લહેરતળાવ બન્યુ એ સંસ્થાની નગરને ભેંટ છે પરંતુ ૧૦૦૦ કરોડના બજેટમાં નગર ફરતે જળસંચય માટેના ઓછા ખર્ચે થનાર આયોજનોનો સમાવેશ નથી તો શરમ આવતી હશે ને? અમુક પદાધીકારીઓ કે જનપ્રતિનિધીઓ
આઝાદી અમૃત વર્ષના ઢોલ વચ્ચે હજુય "ઉનાળામાં પાણી મળી રહેશે" તે ન્યુઝ બને છે...!!!? શેઇમ-શેઇમ પાણીની પીડા વધે તે પહેલા જળસંચય સિવાય છુટકો જ નથી, વૈશ્વિક ને સ્થાનીક સંસ્થાઓ ઢંઢોળે છે: હવે જાગો મનપાના મહાનુભાવો
ભલે બધુ કરો, બધાના ભાગ કાઢો, પણ ક્વોલીટી કામ કરો, પ્લાનીંગથી કરો અને રેવન્યુએ સોંપેલા કુવા ફરી સજીવન કરી તેને સુરક્ષા માટે ઉપરથી બાંધો: સુજલામ સુફલામ-અટલ ભૂજલ મિશન જેવા રૂપકડા ટાઇટલ માત્ર ફોટા પડાવવા ને ભાષણ પુરતા ન રાખી તે મુજબ ઠોસ કામ કરો: દરેક શાસકો તરફ પ્રજાની મીટ જળસંચય અને જળ પુરૂપાડવુ તે ફરજીયાત હોઇ નાગરીકોને બંધારણીય હક આપો: કુદરતી સંપદા એવા જળની દરેક સ્વરૂપે જેમકે ભૂજળ તળના જળ નદીઓ વગેરેની જાળવણીએ સતામંડળ સરકારની જવાબદારી છે દરેકની ફરજ છે ને પાણી મળતુ રહેવુ એ નાગરીકોના મુળભૂત હકનુ અર્થ ઘટન થઇ શકે છે: સૌની યોજનાથી હરિયાળી ક્રાંતિ કરવાની છે, સાહેબ હાલારમાં છ લાખ હેક્ટર ખેતીની જમીન માથી ૭૦થી ૮૦ હજાર હેક્ટર ખેતીની જમીન માટે જ સિંચાઇની કેનાલની સુવિધાઓ છે દસ વીસ હજાર હેક્ટરમાં કદાચ કેનાલ વધે તોય માંડ માંડ પંદર ટકા ગણવામાં ઉદાર થઇએ તો વીસ ટકા જ વધુમાં વધુ ખેતીની જમીનને કુલ ખેતીની જમીન માંથી આ સૌની યોજનાનો લાભ મળે તો હરિયાળી ક્રાંતિ આવી જશે? કંઈક તો વિચારો બોલતા પહેલા!!! ગ્રામજનો કહે છે: છેવાડાના માનવી સુધી પહોંચવા નલ સે જલ ની યોજના છે પણ તે માટે પાણી તો જોશે ને છેવાડા સુધી નળની લાઇન છે? છે તો તેમાં પાણી આવે છે? આવે છે તો પુ્રા ફોર્સથી આવે છે? ફોર્સથી આવે છે તે ચોખ્ખુ શુદ્ધ આવે છે? નિયમીત આવે છે? ચેક કરો મારા ભાઈ: મારા સાહેબ મનપા ને સીટી મામલતદારે જ્યારે શહેરની સ્થાવર મિલકત કાયદા મુજબ સોંપી ત્યારે ૧૧૦ કુવા પણ સોંપ્યા હતા એની હાલત શુ છે? એસ્ટેટ ટીપીઓ સિવિલ તમે ફંફોળો અને પ્લાનીંગમાં લો, આ સાવ તૈયાર છે તે કુવા બોર રિચાર્જ કરો તેને બાંધો સલામતી માટે અને રક્ષણ કરો તોય જમીન સચવાશે પાણી સચવાશે: મોડેલ સ્ટેટમાં મોડેલ સીટી બનાવો સ્માર્ટ સીટીમાં જળ જમીન પર્યાવરણ સૌ પ્રથમ મજબુત કરવાનુ નક્કર કામ કરો: બજેટે બે પાંચ સોસાયટીના કરોડોના ખર્ચે વોટર હાર્વેસ્ટીંગ કરો એ જરૂરી છે પરંતુ તળાવો બનાવશો તો ખાસ કઇ ખર્ચ ભારે નહી પડે અને બે ચાર કોર્પોરેશન બનાવે, બે ચાર સંસ્થાઓ બનાવે, અપીલકરો, લોકભાગીદારી કરો, બજેટમાં ખાસ જોગવાઇ કરો, એટલે ભયો ભયો બાકી તો માથાદીઠ દેવુ ૧૧૦૦૦ અને આવક ૭૦૦૦ છે એમ જામનગર કોર્પોરેશનના બજેટમા લખ્યુ છે!!! આમા કેમ ભેગુ થાય? ગમે તે હોય ઇમારત માટે પાયો તેમ જીવનમાટે જળ જ કાયમી આધાર છે જ
નગર ફરતે ઘણી જગ્યાઓ છે તળાવ બનાવી પાળી કરી વૃક્ષારોપણ કરી કોટેજ કે ગાર્ડન રેસ્ટોરાના પ્લોટ બનાવી સરકારી પડતર કા ટી.પી.સ્કીમની મળેલી ફાજલ જગ્યામાં જળ સંચયના કુવા, બોર, ટાંકા, તળાવ વગેરે બનાવશો તો આજ ને આવતીકાલ બંને સુધરશે લોકોને પણ થશે કે સિમેન્ટના જંગલ વચ્ચે કંઈક કંઈક સારા અને લાંબા ગાળાના આયોજનો સાકાર થયા: ચોમાસુ ગમે તેટલુ ભરપુર જાય ફેબ્રુઆરી આવે ને ફડકો પડે કે ઉનાળામાં શુ થશે?: કબીર લહેર તળાવએ આપણુ ઘરેણુ જ છે આવા તળાવો બનાવવાનુ કોઇ ને સુઝતુ કા નથી? પાણી માટે જાગશો તો આવતી પેઢી (વડાપ્રધાન ૨૦૪૭નુ કહે જ છે) યાદ કરશે કે અમૃત વર્ષ જામ્યુકોએ સફળ કર્યુ: ફ્લાય ઓવર,નલ સે જલ, ભુગર્ભગટર, રોડ, નવા બસ સ્ટેન્ડ વગેરે જરૂરી જ છે સાથે પાણી માટે ખાસ કરો અભ્યાસુ લોકોની પ્રબળ માંગ: સ્માર્ટ સીટી ઇઝ ઓફ લીવીંગ છેવાડાનો વિકાસ મોડેલ સીટી ફીટ સીટી વારંવાર બોલવાથી જ નહી જીવન રૂપી જળની કાયમી ચિંતા દૂર કરી પાણીના નામે કરોડો કરોડો ખર્ચા કરવાની નિતિરીતીના અનેક ગણીત સાચવો ભલે પણ નગરને પાણીયારૂ બનાવવા વચન નીર વહેતા કરોને નગરની ચોતરફથી વહી જતા નીર સંગ્રહ કરાવો કોક તો સતાધારી આ વિચારો, કરાવો સતા ભોગવો સાથે લોકોના દિલ ઉપર રાજ કરવા પહેલા સૌથી પ્રાથમીક જરૂરીયાત માટે તો કાયમ માટે નિશ્ચિતિ કરો: વેરા ફી, દંડ ચાર્જ, સરચાર્જ, ડ્યુટી સેસ વગેરે લેનારાઓ આ ઓછા ખર્ચમાં થનાર તળાવો બનાવવાના કામ કરવાનો વિચાર કાં નથી આવતો?: સાહેબ તમે ૨૦૧૭થી રંગમતિ નાગમતિ ને ચોખ્ખી કરવા સંચય ઉપયોગ કરવા કાંઠા વિકસાવવા દબાણ દૂર કરવા ખળખળ વહેતા પાણીના દ્રશ્યોની કલ્પના બધુ કર્યુ અને કલેક્ટર કચેરીમા હજુ એ વિષયની કોર્પોરેશનને સુચના આપ્યાની શબ્દો ની ગુંજ છે તો શુ કર્યુ? જે તે એ નહી તે વખતના કેબિનેટ મીનીસ્ટરે કહેલુ નદી વિશે કામ કરવાનુ પછી શુ થયુ?: જામનગરની વસતીના ત્રીસ ટકા લોકો તો ભુતળ ઉપર આધારીત છે ને માર્ચથી ધીમે ધીમે તળ નીચા જવા લાગે તે છે ક જુલાઈ ઓગસ્ટ સુધી રાહ જોવાની અને વેંચાતા પાણીના ટેંકર ગમે તેટલા મળે !!! એક કવિતાની કઇક અડધી પડધી પંક્તિ એવી છે કે "પછી જ્યારે માણસ તરસે તડફડે ત્યારે ટીપુ ટીપુ રે ડે છે એ લોકો"
જામનગર મોર્નિંગ - જામનગર ( પાર્થ નથવાણી)
સાવ સીધી વાત થી અને જીવન માટે અતિ આવશ્યક બાબતની વાત કરીએ અને તે માટે તંત્રને કડવી લાગે તેવી વાત કરીએ (એ આશા એ કે ઢંઢોળવાથી કોક જાગશેને નગરનુ હિત થશે તેવી આશાભરી મીટ માંડીએ તો) છેવાડાના માનવી સુધી પહોંચવા નલ સે જલની યોજના છે પણ તે માટે પાણી તો જોશે ને છેવાડા સુધી નળની લાઇન છે? છે તો તેમાં પાણી આવે છે? આવે છે તો પુ્રા ફોર્સથી આવે છે? ફોર્સથી આવે છે તે ચોખ્ખુ શુદ્ધ આવે છે? નિયમીત આવે છે? ચેક કરો મારા ભાઇ નરી વાસ્તવિકતા એ છે કે અભ્યાસુઓના મત મુજબ જામનગરની વસતીના ત્રીસ ટકા લોકો તો ભુતળ ઉપર આધારીત છે ને માર્ચથી ધીમે ધીમે તળ નીચા જવા લાગે તે છે ક જુલાઇ ઓગસ્ટ સુધી રાહ જોવાની અને વેંચાતા પાણીના ટેંકર ગમે તેટલા મળે!!! એક કવિતાની કઇક અડધી પડધી પંક્તિ એવી છે કે "પછી જ્યારે માણસ તરસે તડફડે ત્યારે ટીપુ ટીપુ રે ડે છે એ લોકો."માત્ર આપણે ત્યાં જ નહી વિશ્વ ભરમાં જીવનરૂપી જળ ધીમે ધીમે ઘટશે અને પેંકીંગમા મળશે તો શુ થા? આ કલ્પના પણ ધ્રુજાવી જાય છે તેનો ઉપાય એક જ છે પાણી સંચય પાણી કરકસર પાણી તળ વધુ ઉપર આવે તેના પ્રયત્ન જમીન ખારાશ અટકાવવા વોટરહાર્વેસ્ટીંગ માટે માત્ર આજથી જ નહી અત્યારથી જાગવાની દોડવાની જરૂર છે ને નાગરીકો માટે અને પ્રાકૃતિક સંપદા જાળવવા જળ સંચય ને વૃક્ષારોપણ ખરેકજર મજબુત રીતે કરી વર્ક આઉટ કરવાની જરૂર છે ત્યારે નગરના અભ્યાસુઓ કહે છે કે સરકારી યોજના તો છે જ પરંતુ જાતે પણ ચિંતા કરી માત્ર અખબારી યાદી પુરતુ ફોટોગ્રાફી વિડીયો ગ્રાફી પુરતુ ભાષણો આપવા પુરતુ સિમિત ન રાખી કે સોશ્યલ મીડીયામા રૂપકડા લખાણ માત્ર કરવા ને બદલે અટલ ભૂજલ મિશન યાદગાર બનાવો, જામનગર ફરતે છ સાત તળાવ બનાઓ તે જરૂરી છે કેમકે જામનગર શહેર જિલ્લાના દરેક શાસકો એટલે કે શાસન પ્રસાશન બંને તરફ પ્રજાની મીટ છે અને જળસંચય અને જળ પુરૂપાડવુ તે ફરજીયાત હોઇ નાગરીકોને બંધારણીય હક આપો તે સમયની માંગ છે નહી તો ભવિષ્યમાં પાણી માટે ઝઘડા થશે તે ટાળવા અને વિશ્વ ગુરૂ બનવુ હોય તો પાણી બચાવો ખાલી બોલો નહી કે ભારત દુનિયાને રાહ ચીંધશે પણ રાહ ચીંધવા એક ખુણેથી શરૂ કરોને તે સમગ્ર પ્રદેશ રાજ્ય રાષ્ટ્રભરમાં સેવા યજ્ઞ રૂપે વિસ્તરશે તો જન જન નુ હિત હૈયે છે તે બોલવુ નહી પડે લોકો બોલશે રાષ્ટ્ર નિર્માણ થય રહ્યુ છે તેમ કહો માત્ર નહી આ કાયમી ચિંતા પાણીની દૂર કરવા ઠોસ કામ કરોને પાણીદાર પ્રદેશો બનાવો તો તેના આધારે રાષ્ટ્ર નિર્માણ નક્કર થશે.
સૌની યોજનાથી હરિયાળી ક્રાંતિ કરવાની છે સાહેબ હાલારમાં છ લાખ હેક્ટર ખેતીની જમીન માંથી ૭૦થી ૮૦ હજાર હેક્ટર ખેતીની જમીન માટે જ સિંચાઇની કેનાલની સુવિધાઓ છે દસ વીસ હજાર હેક્ટરમાં કદાચ કેનાલ વધે તોય માંડ માંડ પંદર ટકા હાલો ગણવામાં ઉદાર થઇએ તો વીસ ટકા જ વધુમાં વધુ ખેતીની જમીનને કુલ ખેતીની જમીન માંથી આ સૌની યોજનાનો લાભ મળે તો હરિયાળી ક્રાંતિ આવી જશે? કંઈક તો વિચારો બોલતા પહેલા!!! ગ્રામજનો કહે છે.
હવે અત્યારના આ નગરના વિષય પર પરત કરીએ તો નગર ફરતે ઘણી જગ્યાઓ છે તળાવ બનાવી પાળી કરી વૃક્ષારોપણ કરી કોટેજ કે ગાર્ડન રેસ્ટોરાના પ્લોટ બનાવી સરકારી પડતર કા ટી.પી.સ્કીમ ની મળેલી ફાજલ જગ્યામા જલક સંચય ના કુવા બોર ટાંકા તળાવ વગેરે બનાવો તો નગરજનો ની ને પ્રકૃતિની સાચી સેવા ને જાળવણી થશે, હા વિકાસ સગવડતા વગેરે વાત કરીએ તો ફ્લાય ઓવર, નલ સે જલ, ભુગર્ભગટર, રોડ, નવા બસ સ્ટેન્ડ બસ પોર્ટ (એક થશે કે બે તે માટે મુંઝવણ છે) વગેરે જરૂરી જ છે સાથે પાણી માટે ખાસ કઇક સતાવાળા કરે તેવી અભ્યાસુ લોકોની પ્રબળ માંગ છે જો કે અમુક નવી સુવિધાઓ પાછળ ઘણા જરૂરીયાત મંદોને કોન્ટ્રાક્ટ મળશે તો બે પાંદડે થાય તેમ પણ ચબરાકો કટાક્ષ કરે છે.
આ માંગનુ કારણ એ છે ચોમાસુ ગમે તેટલુ ભરપુર જાય ફેબ્રુઆરી આવે ને ફડકો પડે કે ઉનાળા મા શુ થશે? માટે સવાલ સહેજે થાય કે વેરા ફી, દંડ ચાર્જ, સરચાર્જ, ડ્યુટી સેસ વગેરે લેનારાઓ આ ઓછા ખર્ચમાં થનાર તળાવો બનાવવાના કામ કરવાનો વિચાર કાં નથી આવતો? વર્ષે પાણી માટે ને ગટર માટે ૪૦ ટકા બજેટ વપરાય છે તો પછી જળસંચયના કામ કા વધતા નથી? પાણી માટેના કામની જગ્યાએ ખર્ચ સુવિધા ફાયદો શુ થશે? તે બોર્ડ કાયદા મુજબ મુકો અને પાણી જાળવવા મેળવવા શુ કરશો તે જાહેર કરો નલ સે જલ માટે પાણી તો જોશે ને? બસ આ સવાલના ઉતર તરફ જાવ તો ઘણા રચનાત્મક વિચારો આવશે.
સરકારી કુવા નગરમાં ગોતો, અપીલકરો, ગમે તે કરો સ્માર્ટ સીટીમાં અમૃત વર્ષમાં પાણી સાચવવાનુ કઇક ઠોસ કરો સ...ર...
મારા સાહેબ મનપાને સીટી મામલતદારે જ્યારે શહેરની સ્થાવર મિલકત કાયદા મુજબ સોંપી ત્યારે ૧૧૦ કુવા પણ સોંપ્યા હતા એની હાલત શુ છે? એસ્ટેટ ટીપીઓ સિવિલ તમે ફંફોળો અને પ્લાનીંગમાં લો આ સાવ તૈયાર છે તે કુવા બોર રિચાર્જ કરો તેને બાંધો સલામતી માટે અને રક્ષણ કરો તો ય જમીન સચવાશે પાણી સચવાશે અને મોડેલ સ્ટેટમાં મોડેલ સીટી બનાવો સ્માર્ટ સીટીમાં જળ જમીન પર્યાવરણ સૌ પ્રથમ મજબુત કરવાનુ નક્કર કામ કરો
બજેટે બે પાંચ સોસાયટીના કરોડોના ખર્ચે વોટર હાર્વેસ્ટીંગ કરો એ જરૂરી છે પરંતુ તળાવો બનાવશો તો ખાસ કઇ ખર્ચ ભારે નહી પડે અને બે ચાર કોર્પોરેશન બનાવે બે ચાર સંસ્થાઓ બનાવે અપીલકરો, લોકભાગીદારી કરો, બજેટમા ખાસ જોગવાઇ કરો, એટલે ભયો ભયો. કબીર લહેર તળાવ એ આપણુ ઘરેણુ જ છે આવા તળાવો બનાવવાનુ કોઇ ને સુઝતુ કા નથી? પાણી માટે જાગશો તો આવતી પેઢી (વડાપ્રધાન ૨૦૪૭ નુ કહે જ છે) યાદ કરશે કે અમૃત વર્ષ જામ્યુકોએ સફળ કર્યુ.
આ જળસંચય તળાવ બનાવવા વગેરે વિષયનો મુળ પાયો, મુળ પ્રેરણા
હવે રાજ્ય સરકારની યાદી અક્ષરસ: જોઇએ તો, આગામી ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં ‘અટલ ભૂજલ યોજના’ હેઠળના વિસ્તારોમાં ‘અટલ ભૂજલ પખવાડિયું’ ઉજવાશે પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતેથી કરાવશે શુભારંભ (આ શુભારંભ હવે થય ગયો છે) આગામી ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં ‘અટલ ભૂજલ યોજના’ હેઠળના વિસ્તારોમાં ‘અટલ ભૂજલ પખવાડિયું’ ઉજવવામાં આવશે. (સાથે સાથે સુજલામ સુફલામ શબ્દો પણ લોકોના કાને પડ્યા સરકારી રેકર્ડ વાગતી હોય છે તેમા અલબત) જેનો શુભારંભ પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતેથી કરાવશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલ, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર(દક્ષિણ)ના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલ, કે. બી. રાબડીયા, ખાસ સચિવ (જળસંપત્તિ) તથા ગાંધીનગર કલેક્ટર પ્રવિણા ડી. કે. ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’નો રાજ્યમાં અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ રાજ્યમાં ભૂગર્ભ જળ નીચા ગયા છે તેવા ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓના ૩૬ તાલુકાઓના ૧૮૭૩ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
‘અટલ ભૂજલ યોજના’નો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટેના માળખાને મજબૂત કરવાનો છે, જે અંતર્ગત ભૂગર્ભ જળના આંકડા અને માહિતી અંગે ગ્રામ સમુદાયોને સાચી અને યોગ્ય સમજ આપવામાં આવે છે. આ સમુદાયની આગેવાની હેઠળ વોટર સિક્યુરિટી પ્લાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાવિષ્ટ કરાયેલા કામોનું સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ યોજનાના અમલમાં ભાગીદાર તરીકે સ્વૈચ્છિક/બિન સરકારી સંસ્થાઓના સહયોગથી પ્રેરણા, લોકજાગૃતિ અને ક્ષમતાવર્ધન કરવામાં આવે છે. આ યોજનાના અમલ હેઠળના જિલ્લાઓમાં પાણી પુરવઠો વધારવા નવા ચેકડેમ, કૂવા રિચાર્જ, તળાવો ઊંડા કરવા સહિતના કામો કરવામાં આવે છે. તેમજ પાણીની માંગ ઘટાડે તેવા કાર્યક્ષમ ઉપયોગ માટે સૂક્ષ્મ પિયત પદ્ધતિ તેમજ અન્ય ઉપાયો અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે. તેમ રાજ્ય માહિતી નિયામક કચેરીના દિપક જાદવ ની તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ની અધીકૃત અખબારી યાદીમા અઠવાડીયા પહેલા સરકારે જણાવ્યુ છે.
કડવાણી એક યુવા તરવરીયા શાસકનો થનગનાટ અને સંસ્થા પ્રેરણાને પ્રજાના નક્કર સુચનો સાથે માત્ર વાતો કરી કર્ણસુખ આપ્યાની યાદ
એક જુની વાત યાદ કરીએ તો સાહેબ તમે ૨૦૧૭ થી રંગમતિ નાગમતિ ને ચોખ્ખી કરવા સંચય ઉપયોગ કરવા કાંઠા વિકસાવવા દબાણ દૂર કરવા ખળખળ વહેતા પાણીના દ્રશ્યોની કલ્પના બધુ કર્યુ અને કલેક્ટર કચેરીમા હજુ એ વિષયની કોર્પોરેશન ને સુચના આપ્યાની શબ્દો ની ગુંજ છે તો શુ કર્યુ? જે તે એ નહી તે વખતના કેબિનેટ મીનીસ્ટરે કહેલુ તેનુ શુ થયુ? હા હમણા વળી થનગનાટ વાળા તરવરીયા અને ઓજસ્વી ચેરમેન ફરીથી દરેક ચેરમેનની જેમ રંગમતિ નાગમતિ રિવર ફ્રન્ટનુ રૂપકડુ લાગે સાંભળવુ વાંચવુ ગમે તે ગતકડા માટે નિવેદન આપી ચુક્યા છે જો કે તેમને બીજા પણ કામ હોય તો કાયમ એક મુદો લઇને થોડુ બેસે? અને તેઓ માત્ર શહેર પુરતા જ વિકાસની તકો જુએ છે એવુ નથી રજાઓમા પેરી ફેરી તેમજ હાઇવે વગેરે વિસ્તારોના ટુંકા પ્રવાસ કરી સતત સર્વે કરવા જાય છે તેમા તેમને સંતોષ એટલે મળે છે કે કેન્દ્રમાં પાણી છે ભવિષ્યમાં તેઓ વધુ ફલકના પ્રજા પ્રતિનિધી બને તો પ્રજાના શું શું કામ થય શકે તે માટેની તેમનું દુરંદેશી છે ઘણા ટીકા કરે છે પરંતુ ભાઇ સાચા શાસક જે કરે તે લાંબા ગાળાનુને સુખાકારીનુ વિઝન હોય કેમકે વડાપ્રધાને ૨૦૪૭ને ધ્યાને રાખી કામ કરો તેમ કહ્યુ જ છે હા ઇંધણ વગેરે ખર્ચ થાય હરવા ફરવામાં અને માત્ર આટો મારવો એટલુ જ નહી અમુક સ્થળે ખાસ ઉંડાણથી અભ્યાસ કરવા જામનગરની બહાર રોકાઇ નિરાંતે સર્વે કરે છે એમા તેમને સુખમળતુ હોય તે ટીકા કરનારા ખાખરાની ખીસકોલીને અંદાજ ન હોય તેઓ જામનગર આજુબાજુ તળાવો બનાવા વિચારશે જ નેતાઓ પાસે ચાલશે અધીકારીઓ પાસે ચાલશે સંકલન થશે તો તળાવ કદાચ બની પણ જશે સૌ ધીરજ રાખે તેમ આ સમગ્ર વિષય જણાવતા અધીકૃત સુત્રોને વોચ રાખનારાઓ આ બધુ મજાકમાં કહે છે આ કોઇ સિરિયસ વાત નથી અને ખરાઇ પણ કરવાની હોય છે.
0 Comments
Post a Comment