જામનગર મોર્નિંગ - જામનગર 

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી શ્રી એલ.જી. હરિઆ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કે.જી. વિભાગના નાના ભૂલકાઓ માટે પદવીદાન સમારંભનું લાઈવ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઇ શાહ, ડો. ભરતેશભાઈ શાહ, સ્કૂલ તથા હોસ્ટેલ કમિટીના સદસ્યઓ કલાબેન શાહ, સૂર્યાબેન શાહ, જયશ્રીબેન માલદે, ગીતાબેન છેડા, ભાવેશભાઈ હરિઆ, એલ.જી. હરિઆ સ્કૂલના આચાર્ય ધવલ ભટ્ટ, કોલેજ કેમ્પસ ડાયરેક્ટર સ્નેહલ કોટક પલાણ, વાલીગણ સાથે નગરની જીજ્ઞાસુ જનતા અને શિક્ષકગણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારંભનો શુભારંભ ભારતીય પરંપરા પ્રમાણે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. નારી શક્તિનો પરિચય આપતા નાની બાળકીઓ સાથે પધારેલ મહેમાનોની સહર્ષ હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.