જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી શાળા કોલેજોમાં વહીવટી તંત્ર દ્વારા આજથી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરી દેવામાં આવી છે.

જામનગર શહેર અને જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે સલામતીના ભાગરૂપે જામનગરના જિલ્લા કલેકટર બી.એ. શાહ દ્વારા તમામ શાળા કોલેજોમાં રજા રાખવા માટેના આદેશો કરાયા છે, અને તારીખ ૧૩ જુનથી ૧૫ જૂન એમ ત્રણ દિવસ માટેની રજા જાહેર કરી છે. શહેરની સરકારી તેમજ ખાનગી શાળા કોલેજોમાં રજા રાખવા માટેના આદેશો કરી દેવાય પછી જે અંગેની તમામ શાળાઓમાં જાણ કરી દેવાઇ છે. જોકે શિક્ષક ગણને હાજર રહેવા પણ અનુરોધ કરાયો છે. 

.