સિટી સી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા બાદ જેલમાં ધકેલી દેવાયા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની અપરણિત યુવતી ને છેલ્લા એકાદ વર્ષથી ત્રણ શખ્સોએ ધાક ધમકી આપી અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજાર્યુ હતું, આખરે યુવતી દ્વારા મામલો સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી લઇ જેલહવાલે કર્યા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની અપરણિત યુવતી, કે જે શંકરટેકરી વિસ્તારમાં જ રહેતા ત્રણ શખ્સો સમીર ફિરોજભાઈ ખીરા, હસન સિદીકભાઈ ખીરા અને ઈરફાન ઉર્ફે લાલો કાસમભાઇ ખીરાના સંપર્કમાં આવી હતી, અને છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે યુવતિ અને તેના પરિવારને ધાકધમકી આપીને જુદા જુદા સ્થળે દુષ્કર્મ ગુજાર્યું હતું.
આખરે ત્રણેયના ત્રાસથી કંટાળી યુવતીએ સીટી સી ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો, અને ત્રણેય સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદના અનુસંધાને સીટી સી ડિવિઝનના પીઆઇ શ્રી ચૌધરી સહિતની પોલીસ ટીમે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને અદાલત સમક્ષ રજૂ કરતાં તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. જયારે યુવતીની તબીબી ચકાસણી કરાયા પછી તેણીના ઘેર મોકલી દેવાઇ છે.
0 Comments
Post a Comment