જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર-જિલ્લામાં રવિવારે પોલીસે અલગ અલગ આઠ સ્થળોએ ઈંગ્લીશ દારૂ અંગેના દરોડાઓ કર્યા હતા, જેમાં 84 ઈંગ્લીશ દારૂની બોટલ તથા 31 ચપટા સાથે સાત શખ્સો ઝડપાયા હતા અને ચાર શખ્સોને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ખંભાળિયા ગેટ નજીક આવેલ કિશાન ચોકમાં નંદા બ્રધર્સવાળી ગલીમાં રવિવારે સાંજે સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રવિ અમરશીભાઈ ઘૈયડા (રહે. દિગ્જામ સર્કલ) નામના શખ્સને ઈંગ્લીશ દારૂની 24 નંગ બોટલ સાથે ઝડપી લીધો હતો.
જયારે કિશાન ચોક વિસ્તારમાં આવેલ માલદેભુવન શેરી નં. 3માંથી રવિવારે સાંજે કરણ ગુલાબભાઇ ડાભી (રહે. કોલોની દંગો, સોનલનગર) નામના શખ્સને ઈંગ્લીશ દારૂની 24 નંગ બોટલ સાથે ઝડપી લીધો હતો.
ઉપરાંત જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નં. 51માં રહેતો બિપિન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં સીટી સી ડિવિઝન પોલીસે રવિવારે રાત્રે બાતમીના આધારે દરોડો કરી ઈંગ્લીશ દારૂની 23 નંગ બોટલ કબ્જે કરી આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
તેમજ જામનગર શહેરમાં આવેલ દિ. પ્લોટ 42માં રજા મેન્સન પાસે રહેતા યોગેશ રમણીકલાલ વિઠલાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં સીટી એ ડિવિઝન પોલીસે રવિવારે બપોરે બાતમીના આધારે દરોડો કરી દારૂની સાત નંગ બોટલ તથા 31 નંગ ચપટા સાથે ઝડપી લઇ અશોક ઉર્ફે મીર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
અને જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં મેઘપર પોલીસે રવિવારે રાત્રે બાતમીના આધારે નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ઓફિસમાં દરોડો કરી ઈંગ્લીશ દારૂની ત્રણ નંગ બોટલ સાથે ઝડપી લઇ નવલ ખેરાજભાઈ બુજડ નામના બે શખ્સની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ સીટી એ ડિવિઝન પોલીસે રવિવારે બપોરે દિ. પ્લોટ 54, વિશ્રામવાડી પાસે રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્રભાઈ ગોરીના રહેણાંક મકાનમાં દરોડો કરી દારૂની એક બોટલ કબ્જે કરી આરોપી મળી ન આવતા તેને ફરાર જાહેર કર્યો હતો. ઉપરાંત દિ. પ્લોટ 58માં બાળકોના સ્મશાન પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે રવિવારે બપોરે સુરેશ ઉર્ફે સુરીયો ગંગારામ જોષી નામના શખ્સને દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદ્રા નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. અને જામનગર શહેરમાં નાગરચકલા પાસેથી રવિવારે રાત્રે સીટી એ ડિવિઝન પોલીસે કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયા નામના શખ્સને દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment