બે શખ્સ ફરાર: શહેરના ખોડિયાર કોલોની અને મોટી ખાવડીમાંથી ચાર મહિલા સહિત દશ ઝડપાયા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર તાલુકાના મોટી બાણુગર ગામમાં વૃધ્ધ શખ્સ બહારથી માણસો બોલાવી પોતાના ફાયદા માટે જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે પંચ એ ડિવિઝન પોલીસે ચૌદ શખ્સોને રૂ. 7.85 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ બે શખ્સ નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે. જયારે શહેર-જિલ્લામાં અન્ય બે દરોડામાં ચાર મહિલા સહિત દશ શખ્સોને રોકડ તથા મોબાઈલ સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના મોટી બાણુગર ગામમાં રહેતા નારણ જેરાજભાઈ કાસુન્દ્રા નામના વૃધ્ધ આરોપી પોતાના મકાનમાં રવિવારે રાત્રે બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે જુગાર રમાડતા હોવાની બાતમી પંચ એ ડિવિઝનના નિર્મળસિંહ જાડેજા અને ભાવેશભાઈ લાંબરીયાને મળતા પીઆઈ એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ રવિવારે રાત્રે દરોડો કરી જુગાર રમી રહેલા નારણ સહિત મનસુખ અવચરભાઈ ગડારા, પ્રવીણ મનસુખભાઈ પાચોટીયા, વિજય અમૃતભાઈ ભેંસદડીયા, અમરશી પોપટભાઈ હિન્સુ, રમેશ લક્ષ્મણભાઇ ઘેટીયા, કુંવરજી અમૃતલાલ ભેંસદડીયા, અશોક ગણેશભાઈ વાંસજાળીયા, નૈનેશ ભગવાનજીભાઈ ભેંસદડીયા, ભુપત હરીભાઈ ભેંસદડીયા, હેમંત હરીભાઈ ગામી, યોગેશ મગનલાલ ધમસાણીયા, બિપિન રમેશભાઈ ભેંસદડીયા અને રાકેશ અવસરભાઈ કાનાણી નામના ચૌદ શખ્સનો ને રોકડ રૂ. 7,15,000 ત્તથા 15 નંગ મોબાઈલ કિમંત રૂ. 70,500 સહિત કુલ રૂ. 7,85,500ના મુદામાલ સાથે ઝડપી લઇ નાશી જનાર બીરેનકુમાર પ્રાગજીભાઈ મણવર અને બિપિન અમરશીભાઇ રાણીપા નામના બે શખ્સની શોધખોળ હાથ ધરી છે.
જયારે જામનગર શહેરમાં આવેલ ખોડિયાર કોલોની વિસ્તારમાં નીલકમલ મેઈન રોડ પર શેરી નં. પાંચમા રવિવારે સાંજે ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી સીટી સી ડિવિઝન પોલીસને મળતા પોલીસે દરોડો કરી જુગાર રમી રહેલા આનંદ અમૃતલાલ વાસુ, સચિન કિશોરભાઈ બારોડ, અલ્પાબેન ચેતનભાઈ વ્યાસ, તૃપ્તીબેન નિલેશભાઈ વાસુ, નયનાબેન બાબુલાલ રાઠોડ અને મનીષાબેન જયેશભાઇ ગોપીયાણી નામની ચાર મહિલા સહિત છ શખ્સોને રોકડ રૂ. 18,100 તથા બે મોબાઈલ કિમંત રૂ. 10,000 કુલ મળી રૂ. 28,100ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપરાંત જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં છગન રામાભાઈ ધાંઘર નામનો શખ્સ ભાડે રાખેલ ઓરડીમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે ગંજીપાના વડે જુગાર રમાડતો હોવાની બાતમી મેઘપર (પડાણા) પોલીસને મળતા પોલીસે રવિવારે રાત્રે દરોડો કરી છગન સહિત જુગાર રમી રહેલા ગૌરવ સુભાષભાઈ મહેરા, મેહુલગર સામગર ગોસાઈ અને ચેતન જેન્તીભાઈ ગોસાઈ નામના ચાર શખ્સોને ઝડપી લઇ રોકડ રૂ. 18,810 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment