જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા પંચશીલનગરના રહેવાસીઓ છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાથી હેરાન પરેશાન છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, શંકરના મંદિર પાસેની ગલીઓમાં ઢોરના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે, અને અનેક લોકો ઘાયલ થયા છે.
ખાસ કરીને સવાર-સાંજ લોકોની ભીડ રહેતી હોવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. સ્થાનિકોનું કહેવું છે કે, રસ્તાઓ પર પડેલા કચરાના ઢગલા અને ગંદકીના કારણે ઢોર રસ્તા પર ફરી વળે છે, અને લોકોને હેરાન કરે છે. બાળકો પણ ઘરની બહાર રમવા માટે ડરે છે.
સ્થાનિકોએ આ સમસ્યા અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ ન આવે તો તેઓ આંદોલન કરવાની ફરજ પડશે.
પંચશીલનગરના રહેવાસીઓએ જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને લખેલા પત્રમાં આ સમસ્યા અંગે વિગતવાર જણાવ્યું છે અને ઝડપથી ઉકેલ લાવવાની માંગ કરી છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે, ઢોરના હુમલાથી લોકોને શારીરિક ઈજાઓ થાય છે, અને તેમના જીવનને જોખમમાં મુકાય છે. આ ઉપરાંત, ગંદકી અને કચરાના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી જાય છે.
0 Comments
Post a Comment