જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં એસટી ડેપો નજીકના તળાવના ભાગમાંથી આજે સવારે એક માનવ મૃતદેહ મળી આવ્યો છે. જેને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગ કોલોની અને એસટી ડેપો વચ્ચેના તળાવના ભાગમાં આજે સવારે એક માનવ મૃતદેહ પાણીમાં તરી રહ્યો છે, તેવી માહિતી ત્યાંથી પસાર થનાર એક નાગરિકે ફાયર બ્રિગેડને આપી હતી.

જેથી ફાયર વિભાગની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, અને પાણીમાં તરતા મૃતદેહને બહાર કાઢ્યો હતો. અંદાજે ૬૦  વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મળી આવ્યો હોવાથી ફાયરે પોલીસને જાણ કરી દેતા સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મૃતદેહની ઓળખ કરવા માટે જીજી હોસ્પિટલ ના કોલ્ડરમાં રાખવામાં આવ્યો છે.