યુવતીને લગ્નના વાયદાઓ કરીને અંગત પળોના અશ્લીલ ફોટાઓ પાડી લીધા બાદ વાયરલ કરી દીધા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં એક યુવતીએ પ્રેમ કર્યા પછી પ્રેમી યુવાન દ્વારા દગો કરવામાં આવ્યો છે. યુવતી સાથેના અંગત પળોના પાડેલા ફોટાઓ પુર્વ પ્રેમીએ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતાં યુવતી દ્વારા સાઇબર ક્રાઇમ સેલમાં ફરીયાદ કરવામાં આવી હતી, જે ફરિયાદ પરથી પોલીસે તેની ધરપકડ કરી છે.
જામનગરની એક યુવતીને બે વર્ષ પહેલાં ચિરાગ અશોકભાઈ મકવાણા નામના આરોપી સાથે પ્રેમ સંબંધ થયો હતો, અને બન્ને ફોનમાં વાતો કરતા હોય અને રૂબરૂ પણ મળતા હતા. આ દરમ્યાન આરોપીએ યુવતીને લગ્ન કરવાનું કહીને વિશ્વાસમાં લઈને બન્નેની સહમતીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને અંગત પળોના અશ્લીલ ફોટાઓ પણ પ્રેમીએ પાડી લીધા હતાં.
જે બાદ પ્રેમીએ તે ફોટા વેબસાઈટ પર મુકી તેની લીંક મોકલીને સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતાં ચકચાર મચી ગઈ હતી, અને યુવતીની સમાજમાં ખોટી બદનામી કરવાનુ કાર્ય કર્યુ હતું. જેથી યુવતીએ જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરતાં પી.આઈ. આઈ.એ.ધાસુરાએ પ્રણવભાઈ વસરા, વિકીભાઈ ઝાલા સહિતની ટીમ બનાવી હતી અને સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ અશ્લીલ ફોટા અંગેની માહિતી મંગાવી તેનુ ટેકનિકલ એનાલિસીસ કરતાં તે શખસનું લોકેશન પડધરી-રાજકોટ ખાતેનું મળ્યું હતું.
જેથી ટીમે તેના પર સતત વોચ ગોઠવીને ચિરાગ અશોકભાઈ મકવાણાને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
0 Comments
Post a Comment