રેલવેમાં ટેન્ડર ભરવા માટે કેટરર્સ પાસેથી ગોલ્ડ લોન મારફતે નાણાં મેળવ્યા બાદ હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરતા એક પર પ્રાંતિય યુવાન જામનગરના જ એક કુંડાળિયા શખ્સની જાળમાં ફસાયા છે અને રેલવેમાં ટેન્ડર ભરવાના બહાને ગોલ્ડ લોન મારફતે રૂપિયા ૬ લાખ મેળવી લીધા બાદ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરતા મૂળ કેરળ રાજ્યના વતની સુરેસ કુમાર ભાસ્કરન નામના ૫૬ વર્ષના કેટરર્સ યુવાને જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા વિજયસિંહ વાળા નામના કુંડાળીયા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુરેશભાઈ પાસેથી આરોપી વિજયસિંહ વાળાએ અગાઉ રેલવેમાં ટેન્ડર ભરવા માટે રૂપિયા ૬ લાખ માંગ્યા હતા, તે ૬ લાખ રૂપિયાની રકમ ફરિયાદીએ ગોલ્ડ લોન કરાવીને આપી હતી. જામનગરમાં ડીકેવી કોલેજ રોડ પર આવેલી એક ખાનગી ગોલ્ડલોનની કંપનીમાંથી પોતાનું સોનું ગીરવે મૂકીને ગોલ્ડ લોન કરાવી આપી હતી.
જેના ત્રણેક મહિનામાં ૬ લાખ રૂપિયા ચૂકવી દેવાનું વિજયસિંહ વાળાએ જણાવ્યું હતું.
પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં રૂપિયા પરત આપ્યા ન હતા, અને ફરીયાદી સુરેશ ભાસ્કરને આરોપી વિજયસિંહ વાળાની તપાસ કરાવતાં ઉપરોક્ત વ્યક્તિ કુંડાળીયો હોવાનું અને અન્ય લોકોને પણ પોતાની સાથે ચીટીંગ કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી આખરે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કુંડાળિયા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઈ., એસ.આર. ચાવડાએ આઇપીસી કલમ ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment