મોટી સંખ્યામાં ઝડપાયેલા નબીરાઓને છોડાવવા માટે મોટી હસ્તીઓની દોડધામ શરૂ: તમામ પર કાર્યવાહી થશે કે કેસને લૂલો કરવામાં આવશે...?

જામનગર મોર્નિંગ - જામનગર 

 
જામનગરમાં ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલ ન્યુ સ્કૂલ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે નબીરાઓની દારૂની પાર્ટી પર ગઈકાલે શુક્રવારે રાત્રે દરોડો કરી મોટી સંખ્યામાં નબીરાઓને પકડ્યા હતા અને તેમને છોડાવવા દોડધામ શરૂ થઇ હતી અને સીટી એ ડિવિઝનના પીઆઇ પણ ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકી દોડી આવ્યા હતા, હવે જોવું એ રહ્યું કે તમામ ઝડપાયેલા નબીરાઓ પર કાર્યવાહી થાય છે કે ભલામણથી અમુક નબીરાઓને જવા દેવામાં આવશે...?
મળતી વિગત મુજબ જામનગરમાં ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલ ન્યુ સ્કૂલ નજીક જોઈશરના ડેલામાં ગઈકાલે શુક્રવારે રાત્રે નબીરાઓ દારૂની પાર્ટી કરતી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે મોટી સંખ્યામાં નબીરાઓને દારૂની પાર્ટી કરતા ઝડપી લીધા હતા અને દારૂની બોટલો પણ કબ્જે કરી હતી, તમામ નબીરાઓને ખંભાળિયા ગેટ પોલીસ ચોકીએ લાવતા નબીરાઓને છોડાવવા માટે નામચીન લોકોની દોડાદોડી શરૂ થઇ હતી અને પોલીસ ચોકી બહાર માણસોનો જાણે મેળો લાગ્યો હોય તેમ લોકો એકઠા થયા હતા, હવે જોવાનું એ રહ્યું એ ઝડપાયેલા તમામ નબીરાઓ પણ કાયદેસરની કાર્યવાહી થશે કે બે દિવસ પહેલા પડેલા પૂર્વ ચેરમેનના ઘરમાં જુગારના દરોડામાં રાજકીય ભલામણના કારણે ચાર લોકો પર જ કેસ કરાયો હોવાની ચર્ચાએ જોરી પકડ્યું હતું તેમ આ કેસમાં પણ અમુક નબીરાઓને જવા દેવામાં આવશે અને અમુક લોકો પર જ કેસ કરવામાં આવશે...?