જામનગર મોર્નિંગ - ભાણવડ તા. 18 : બરડા જંગલમાં દેશી દારૂઓની ભઠ્ઠીઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠતા વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટિમ દ્વારા દરોડા પાડી દેશી દારૂની ચાલતી ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્રાજ તથા એ.સી.એફ. શુશ્રી રાજલબેન પાઠક તેમજ આર.એફ.ઓ. નોર્મલ રેન્જ ભાણવડ ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ પોરબંદર વન વિભાગ અને દેવભુમી દ્રારકા ભાણવડ પોલીસ નો સ્ટાફ સંયુકત પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન ભાણવડ રેન્જની પાછતર રાઉન્ડની બરડા અભ્યારણ્ય જંગલની અંદરની ધ્રામણી બીટમાં ખોડીયર ઝર ખોડીયાર મંદિર થી આશરે ૧૦૦ મીટર દક્ષીણ દિશા ખાતેથી દેશી પીવાના દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવેલ હતી. આ બનાવ સ્થળની આજુ બાજુના ઝાડના સરપણ પણ કાપવામાં આવેલ હતા. સ્થળ પરથી આથો ૧૨૦૦ લીટર, ભરેલ પ્લાસ્ટીકના બેરલ નંગ-૨, પતરાના બેરલ નંગ-૪ નો સ્થળ પર નાશ કરવામાં આવેલ હતો. જેની અંદાજીત કિમંત રૂા. ૩૦,૦૦૦/- છે. આરોપીઓ સ્થળ પરથી નાશી ગયેલ હતા જેની શોધખોળ શરૂ છે. અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
0 Comments
Post a Comment