સોના ચાંદીના ઘરેણા અને રોકડ સહિત ચાર લાખથી વધુની માલમતા સાથે તસ્કર બેલડીને ઝડપી લીધી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા એક એડવોકેટના બંધ મકાનને દિવાળીના તહેવારોમાં તસ્કરે નિશાન બનાવ્યું હતું, અને રોકડ રકમ તેમજ દાગીના સહિતની માલમતા ચોરી ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને મહત્વની સફળતા સાંપડી છે, અને જામનગરની તસ્કર બેલડી ને ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદી દાગીના સહિત રિપિયા ચાર લાખથી વધુની માલમતા કબજે કરી છે.
જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એડવોકેટ કેતનભાઇ જોશીના રહેણાંક મકાનમાં તાજેતરમાં દિવાળીના તહેવારો દરમિયાન ચોરી થઈ હતી. જેવો પોતાના ભાઈને ઘેર મીઠાપુર ગયા હતા, ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રોકડ તથા દાગીના વગેરેની ચોરી કરી ગયા હતા.
જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબીની ટિમ હરકતમાં આવી હતી, અને દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમભાઈ બ્લોચને બાતમી મળતા પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી અને એ.કે. પટેલની સૂચનાથી જામનગરમાં દિગજામ ફાટક પાસેના પૂલ નીચેથી બે તસ્કરો દિનેશ ગંભીરભાઈ પરમાર, તેમજ સુનિલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ પરમારની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા દસ હજારની રોકડ રકમ, તેમજ અલગ અલગ કંપનીની ઘડિયાળ, તેમજ રૂપિયા ૩,૩૫,૭૫૦ ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂપિયા ચોપન હજાર ની કિંમતના ચાંદીના દાગીના સહિતની માલમતા કબજે કરી લીધી છે. જે બંનેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
0 Comments
Post a Comment