અંતિમયાત્રા બસને સંપૂર્ણ રીતે નવીનીકરણ કરી, આધુનિક સ્વરૂપમાં લાવવામાં આવી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની સેવાકીય સંસ્થા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ જ પ્રવૃત્તિઓમાંની એક એવી અંતિમ યાત્રા બસ સેવા છે, જેને શાંતિરથ તરીકે ઓળખવામાં આવે છે, તેને થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી.
આ સેવા બંધ કરવાનું કારણ બસની જાળવણીનું કામ હતું. જોકે, હવે આ બસને સંપૂર્ણ રીતે નવીનીકરણ કરી, આધુનિક સ્વરૂપમાં લાવવામાં આવી છે અને ફરીથી જામનગરની જનતાની સેવામાં આપવામાં આવી રહી છે.
આ સેવાનો લાભ લેવા માટે જામનગરવાસીઓ ૭૫૭૫૮૮૮૮૫૪ અથવા ૭૫૭૫૮૮૫૮૮૫ નંબર પર સંપર્ક કરી શકે છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. જેથી જામનગરની જનતાને અંતિમ યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.
0 Comments
Post a Comment