જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પર એલસીબીની ટીમે જુગાર અંગે દરોડો પાડી ઇલેક્ટ્રીક મશીનમાં ટોકન લગાડી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા 11 આરોપીઓની ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રોકડ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
મળતી વિગત મુજબ જામનગરમાં રંજીતનગરમાં જૂનો હુડકો બ્લોક નં. 1055માં રહેતા રજનીકાંત ભગવાનજીભાઈ ગણાત્રાના મકાનમાં બહારથી જુગારીયા તત્વોને એકત્ર કરી ઇલેક્ટ્રિક મશીન પર ટોકન વડે હારજીત કરી જુગારધામ ચલાવાઈ રહ્યું છે તેવી ચોક્કસ બાતમી જામનગરની એલસીબીની ટીમને મળતા શુક્રવારે મોડી સાંજે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો જે દરોડા દરમ્યાન મકાનમાંથી મકાનમાલીક સહિત 11 શખ્સો ગંજીપાના ટીંચી રહેલા મળી આવ્યા હતા.
આથી એલસીબીની ટીમે મકાનમાલીક રજનીકાંત ગણાત્રા ઉપરાંત ઇમરાન ગફાર મકરાણી, અજીત વિનોદભાઈ રાધનપુરા, રાજેશ જયેન્દ્રભાઈ રાધનપુરા, દિનેશ મોહનભાઇ નકુમ, રમેશ મોહનભાઇ નકુમ, યુસુફ જુસબ સફીયા, પરસોતમ લીલાધર શેઠીયા, અરૂણ વસંતભાઈ વસોયા, શૈફુદીન ઇસ્માઇલ જરીવાલા અને દીપક રમણીકલાલ નંદા વગેરે 11 આરોપીઓની ધરપકડ કરી લઇ તેઓ પાસેથી રૂ. 13200ની રોકડ રકમ સહિત કુલ રૂ. 48200ની માલમતા કબ્જે કરી છે. 
આ કાર્યવાહી પી.આઈ. આર.એ.ડોડીયા, પીએસઆઇ વી.વી. વાગડીયા, પીએસઆઇ કે.કે.ગોહિલ, પીએસઆઇ આર.બી.ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, ફિરોજભાઈ દલ, ખીમાભાઇ ભોચીયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, કમલેશભાઈ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા અને અરવીંદગીરી વિગેરે દ્વારા કરાવમાં આવી હતી.