384 નંગ ચપટા સહિત રૂ. 1.10લાખનો મુદામાલ ઝબ્બે : આરોપી પલાયન 
જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરમાં પુનિતનગર વિસ્તારમાં રહેતા એન દારૂના ધંધાર્થીના રહેણાંક મકાન પર પોલીસ દરોડો પાડી માંકનમાંથી માતબર ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો જોકે દરોડા સમયે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.
મળતી વિગત મુજબ જામનગરના પુનિતનગર વિસ્તારમાં રહેતા અને મુળ કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના વતની ગિરિરાજસિંહ ઇન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બાટલીનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી બી ડિવિઝનના ડી દટાફે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમ્યાન આરોપી ગિરિરાજસિંહ જાડેજા પોતાના ઘરેથી ભાગી છૂટયો હતો. પોલીસે તેના ઘરની તલાસી લેતા અંદરથી 144 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી તેમજ 384 નંગ ચપટાનો કબ્જો સંભાળી તમામ એક લાખ દસ હજાર ચારસોનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે જયારે દારૂના ધંધાર્થીને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.