ત્રણ શખ્સ સામે નોંધાવાતી ફરિયાદ 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતી એક પ્રૌઢ ઉપર તેમજ વિસ્તારમાં રહેતા શખ્સોએ હિંચકારો હુમલો કરી ખિસ્સામાંથી રૂપિયા પાંચ હજારની રોકડ રકમનની લૂંટ ચલાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે જયારે તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા રસિકભાઈ જેઠાભાઇ ભરવાડ નામના 59 વર્ષના પ્રૌઢે રવિવારે બપોરે લાલવાડી નજીક કૌશલ નગર વિસ્તારમાં રામેશ્વર મંદિર પાસે ઉભા હતા જે દરમ્યાન ઉપરોક્ત વિસ્તારમાંજ રહેતા મનોજ પરમાર, હિરેન પરમાર તેમજ કરણ પરમાર નામના ત્રણ શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા અને તેમ કુતરાને કેમ મારો છો તેવી શંકા અને વહેમ રાખી રસિકભાઈ સાથે જીભાજોડી કરી હતી. 
ત્યાર પછી ત્રણેય શખ્સોએ માથાના ભાગે કોશ તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જયારે તેમના ખિસ્સામાંથી રૂ. પાંચ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ત્રણેય શખ્સો પલાયન થઇ ગયા હતા. આ બનાવી સૌ પ્રથમ ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર અપાયા પછી તેમણે ત્રણેય આરોપીઓ મનોજ, હિતેન અને કરણ સામે મારકૂટ તેમજ રૂ. પાંચ હજારની લૂંટ ચલાવવા અંગેની ફરિયાદ નોંધાવાતાં ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી શોધખોળ શરૂ કરાઈ છે.