રૂ. 20600નો મુદામાલ કબ્જે કરાયો 
જામનગર મોર્નિંગ - દ્વારકા. મીઠાપુરમાં ટાટા કંપનીના ગેટ સામેથી ઇન્ડિકા સવાર ત્રણ શખ્સને દેશીદારૂ સાથે પોલીસે ઝડપી લઇ રૂ. 20 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ મીઠાપુરમાં ટાટા કંપનીના ગેટ પાસેથી ઇંડિકા ચલાવી પસાર થતા મનુભા ભીમાભા માણેક, જીમલભા રાજાભા માણેક અને પતરામલભા પરબતભા માણેક નામના ત્રણેય શખ્સની મીઠાપુર પોલીસે કારમાંથી દેશીદારૂ મળી આવતા ધરપકડ કરી રૂ. 20600નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.