રૂ. 6,00,500નો મુદામાલ કબ્જે 
જામનગર મોર્નિંગ - જામનગર 
ધ્રોલમાંથી કારચાલકની ઈંગ્લીશદારૂની બોટલ સાથે સ્થાનિક પોલીસે ધરપકડ કરી રૂ. 6 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ ધ્રોલમાંથી જીજે 3 જેએલ 8531 નંબરની કાર ચલાવી પસાર થતા જામ કંડોરણાના દશરથસિંહ નાનભા જાડેજા નામના શખ્સને પોલીસે રૂ. 500ની કિંમતની ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાર સહિત કુલ મળી 6 લાખ પાંચસોનો મુદામાલ કબ્જે કર્યો હતો.