જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરની બે સરકારી કચેરીના પટાંગણમાં ગઈકાલે સવારના આંગનુ છમકલું થયું હોય જેમાં ભંગારનો સરસામાન સળગી ઉઠતા ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
મળતી વિગત મુજબ જામનગરના એસપી ઓફિસના પટાંગણમાં સીટી બી ડિવિઝન વિસ્તારમાં રાખવામાં આવેલ વાહનો અને આરટીઓ કચેરી બહાર પડેલ ભંગારમાં આગનો સામાન્ય બનાવ બનવા પામ્યો હતો. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સ્થળ પર દોડી જઈ એક ગાડી પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી.