એલોપેથી દવાઓ સહિત રૂ. 10108ની સામગ્રી પોલીસ દ્વારા કબ્જે 

જામનગર મોર્નિંગ - દ્વારકા. જામનગર અને દ્વારકા જિલ્લામાં જાણે ઘર કરી ચુકેલા એક બાદ એક બોગસ તબીબો નો ભાંડાફોડ થઇ રહ્યો હોય તેમ દેવભૂમિદ્વારકા જીલ્લાના મીઠાપુર સુરજકરાડીમા થી સ્થાનિક પોલીસે ડીગ્રી વિના તબીબ ની દુકાન ચલાવતા એક તબીબ ને ઝડપી પાડી ને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,
મીઠાપુર સુરજકરાડી વિસ્તારમાં બસસ્ટેન્ડની બાજુમાં રમણીકભાઈ ગોકલદાસ સુખડીયા નામના ૬૬ વર્ષીય વૃદ્ધ પોતા પાસે તબીબી પ્રેક્ટીસ અંગેની લાયકાત ના હોવા છતાં પણ એલોપેથિક દવાઓ દર્દીઓને આપી તેની સારવારના નામે જનઆરોગ્ય સાથે ચેડા કરતાં આ તબીબ ને મીઠાપુર પોલીસે તેના કબજામાંથી ૯૭૮૮ ની કીમતનો એલોપેથીદવાઓ નો જથ્થો ઉપરાંત ૩૨૦ ની રોકડ મળી કુલ રૂપિયા ૧૦૧૦૮ના મુદામાલ સાથે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,