જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરના બ્રાસપાર્ટના એક કારખાનેદારે 18 જેટલા વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાનું ઘર છોડ્યુ હોવાથી ગુમથનારે વેપારીના ભાઈ દ્વારા 18 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવાયા પછી એસઓજીની ટીમે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક પાંચનો થયો છે જયારે મહિલા સહિત અન્ય 13 આરોપીઓની શોધખોળ ચલાવાઈ રહી છે. 
મળતી વિગત મુજબ જામનગરના મોમાઈનગરમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા નિલેષ કરોલીયા ગત તા. 7-12-18ના દિવસે પોતાના ઘરેથી એકાએક ગુમ થઇ ગયા હતા અને પોતાના હાથે ચીઠી લખી ગયા હતા જેમાં વ્યાજખોરોના નામો લખી તેઓના ત્રાસના કારણે ઘરછોડી રહ્યા હોવાનું લખ્યું હતું જેના આધારે ગુમથનારના ભાઈ તેજશ કરોલીયા દ્વારા બે મહિલાઓ સહિત 18 વ્યાજખોરો સામે ફરિયાદ નોધાવી હતી અને એસઓજી દ્વારા મનીલેન્ડ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરાઈ હતી.
જે પ્રકરણમાં અગાઉ જામનગરના જોરૂભા જાડેજા અને મોટી ખાવડીના રાજેન્દ્રસિંહ ભવાનસિંહ જાડેજાની ધરપકડ કરી લેવાઈ હતી જે પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓ જામનગરના પ્રવિણસિંહ ઉર્ફે સુખુભા જાડેજા પરાક્રમસિંહ જાડેજા અને ભરતસિંહ ચુડાસમા (સ્કૂલવેન વાળા)ની ધરપકડ કરી લીધી છે આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક પાંચનો થયો છે જયારે બાકીના અન્ય 13 આરોપીઓની શોધખોળ ચલાવાઈ રહી છે.