એક ફરાર : રૂ. 2200નો મુદામાલ કબ્જે   
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરમાં નંદનવન સોસાયટીમાંથી રીક્ષા ચાલકને સિટી એ પોલીસે ઈંગ્લીશદારૂ અને બિયર સાથે ઝડપી લઇ રૂ. 2200નો મુદામાલ કબ્જે કર્યો હતો અને એક શખ્સને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ નંદનવન સોસાયટી શેરી નં.1માંથી પસાર થતા આસિફ ગુલામહુસેન દરજાદા નામના કિશનચોક વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા શખ્સને સીટી એ પોલીસે ભારતીય બનાવટની રૂ. 1500ની કિંમતની ઈંગ્લીશદારૂની ત્રણ બોટલ સાથે ધરપકડ તથા રૂ. 700ની કિંમતના બીયરના 7 નંગ સાથે ઝડપી લઇ ઇરફાન મજીદ નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.