એક વ્યક્તિને સામાન્ય ઇજા : પોલીસે તપાસ હાથ ધરી 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર-ખંભાળીયા હાઇવે પર સ્વીફ્ટ કારની ઠોકરથી બોલેરો જીપ પલ્ટી ખાઈ જતા તેમાં બેસેલ એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચતા આ બનાવમાં મેઘપર પોલીસ મથકે સ્વીફ્ટ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
જામનગર-ખંભાળીયા હાઇવે પરથી પુરઝડપે પસાર થતી જીજે 37 બી 7333 નંબરની સ્વીફ્ટ કાર ચાલકે જીજે 10 ટીવી 5095 નંબરની બોલેરો જીપને ઠોકર મારી અકસ્માત સર્જતાં બોલેરો જીપ પલ્ટી ખાઈ જતા તેમાં બેસેલ નિલેશભાઈ પાટીલ નામના વ્યક્તિને નાક પર સામાન્ય ઇજા પહોંચતા મેઘપર પોલીસ મથકે વિનોદપરી ગૌસ્વામી (રહે. સાપર) દ્વારા સ્વીફ્ટ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં અકસ્માત સર્જી નાસી જનાર ચાલકની શોધખોળ આરંભી છે.