5 મહિલા સહિત 22 શખ્સ ઝડપાયા 
જામનગર મોર્નિંગ - દ્વારકા. ભાણવડમાં હુસેની ચોક, તકીયાપાડા ખાતે રહેતો ઇકબાલ ઓસમાણ રૂજા નામનો શખ્સ તેના કબ્જા ભોગવટાના મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાથી બાતમીના આધારે ભાણવડ પોલીસે દરોડો પાડી ઇકબાલ ઓસમાણ રૂજા, ઇમરાન મહમદઅલી રાઠોડ, યુનુસ નુરાભાઈ સમા, કરીમ ગફાર સુમરા, લીયાકત મેરઅલી સોરઠીયા, આસિફ ઇબ્રાહિમ પટેલ, નરેન્દ્રસિંહ જાલુભાઈ જાડેજા સહિત 7 શખ્સને ઝડપી લઇ સ્થળ પરથી રૂ. 16630ની રોકડ રકમ કબ્જે કરી હતી. 
જયારે સુરજકરાડીમાં જાહેરમાં જુગાર રમતી પારૂ વીરા માણેક, જુઠુબેન લખમણ ભાયા, બબી સામત માણેક, સુનિતા મુકેશ માણેક, હેમા મતુભા માપાણી, નામની 5 મહિલાને મીઠાપુરા પોલીસે ઝડપી લઇ સ્થળ પરથી રૂ. 30370ની રોકડ કબ્જે કરી હતી. 
તથા દ્વારકાના હમુસર ગામે જાહેરમાં જુગાર રમતા બાલુભા વેરાભા નાયાણી, જાલુભા કુંભલા હાથલ, ગગાભા થાયાભા હાથલ, દિલીપ લગધીરભા હાથલ, ટબુભા માલાભા હાથલ, તેજાભાઈ જેસાભા હાથીયા અને જાડુભા લખુભા હાથલ નામના 6 શખ્સને એલસીબીએ રૂ. 19130ની માલમતા સાથે ઝડપી લીધા હતા.
અને આરંભડા ગામે જાહેરમાં જુગાર રમતા અશોક નટુ શિરૂકા, પોલા હરીયા શિરૂકા, કારૂ મંગા શિરૂકા, ગિરીશ મંગા શિરૂકા નામના 4 શખ્સને મીઠાપુર પોલીસે રૂ. 4040ની રોકડ સાથે ઝડપી લીધા હતા.