જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર શહેરમાં બેડીબંદર રેલવે ઓવરબ્રીજ પાસે આવાસ તથા સ્કૂલ બનાવા માટે 18 પરિવારજનોના  મકાનો મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે નોટિસો કે સમય આપ્યા વગર પાડી નાખવામાં આવેલ. આ અંગે મંથન મિત્ર મંડળ જામનગર દ્વારા વોર્ડ નં.1 તથા વોર્ડ નં.4ના કોર્પોરેટર હુસેનાબેન સંઘાર તથા રચનાબેન નંદાણીયા દ્વારા યોજવામાં આવેલ ધરણાના કાર્યક્રમને સમર્થન આપવામાં આવેલ હતું. જેમાં મંથન મિત્ર મંડળના પ્રમુખ વિનુભાઈ બોખાણી સહિતનાઓએ હાજરી આપી હતી.