જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા રમજાનભાઈ હુશેનભાઈ ખલીફા નામના 45 વર્ષના યુવાને શુક્રવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે ફિરોજ ખલીફાએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.