જામનગર મોર્નિંગ - જામનગર. કાલાવડના બેરાજા ભલસાણ ગામની સગીરાનું અરલાનો શખ્સ અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતાં ગ્રામ્ય પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.  
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના બેરાજા ભલસાણ ગામે રહેતા સલીમભાઈ કાસમભાઈ પીપરવાડીયાની સગીર વયની પુત્રીનું આમીર અલીભાઈ માણેક (રહે. અરલા ગામ) નામનો શખ્સ લલચાવી-ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની કાલાવડ ગ્રામ્ય પોલીસમાં સલીમભાઇ દ્વારા ફરિયાદ નોંધાવતાં આઇપીસી કલમ 363, 366 મુજબ ગુન્હો દાખલ કરી સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.