જામનગર મોર્નિંગ - દ્વારકા : દ્વારકામાં વાડીના સંચાલક અને ખંભાળીયામાં કાર ચાલક સામે પોલીસે જાહેરનામાના ભંગ સબબ અપરાધ નોંધી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ દ્વારકમાં આવેલ લુહાર જ્ઞાતિની જગ્યાના સંચાલક રસિકભાઈ વીરજીભાઈ કવા સામે સીસીટીવી કેમેરા નહીં લગાવી જાહેરનામાનો ભંગ કરવા સબબ સ્થાનિક પોલીસે ગુન્હો નોંધ્યો છે.
તથા ખંભાળીયામાં જીજે 3 એચ એ 5270 નંબરની ઇકો કારના ચાલક ઇકબાલ જુસબ ખીરાએ બારીમાં પડદા લગાવતા તેની સામે પણ સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.