જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર તાલુકાના ફલ્લા ગામમાં તસ્કરોએ ખાતર પાડી પોલીસ તંત્રની ટાઢ ઉડાડી છે. એક બેટરી સર્વિસની દુકાનને નિશાન બનાવી લઇ અંદરથી રૂ. 48000ની માલમતાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા ચદુંલાલ હરખાભાઇ દલસાણીયા નામના વેપારીની ફલ્લા રોડ પર શિવ બેટરી, ઓટો ઇલેક્ટ્રિક સર્વિસ નામની દુકાન ચલાવે છે જે દુકાન બંધ કરીને ગુરુવારે રાત્રે પોતાના ઘેર આવી ગયા હતા જે દરમ્યાન મોડી રાત્રે કડકડતી ઠંડીમાં કોઈ તસ્કરોએ દુકાનને નિશાન બનાવી લીધી હતી અને હાથ ફેરો કર્યો હતો.
તસ્કરોએ દુકાનમાંથી નાની-મોટી સાત નંગ નવી બેટરી, 25 નંગ જૂની બેટરી 90 નંગ અને કોપર વાયર સહિત રૂ. 48400ની માલમતા ચોરી ગયા હતા જે ચોરીના બનાવ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તસ્કરોને પકડવા માટે ઠેર ઠેર દરોડાઓ પાડ્યા હતા.