જામનગર મોર્નિંગ - દ્વારકા : ઓખામાં એકલવાયું જીવન જીવતા પ્રૌઢાએ માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી જીવ દઈ દેતા અને દ્વારકામાં પરપ્રાંતીય યુવાનનું હ્નદયરોગના હુમલાથી મોત નિપજતા બંને બનાવ અંગે સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ ઓખા ગાંધીનગરી ખાતે રહેતા રહેમતબેન કાસમભાઈ બેતારા નામના પ્રૌઢા એકલવાયું જીવન જીવતા હોય અને તેઓ ઘણા સમયથી માનસિક-શારીરિક બીમારીથી પીડાતા હોય જેથી કંટાળી જઈ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખતુબેન ઇશાભાઈ બેતારાએ ઓખા મરીન પોલીસમાં જાણ કરતા હે.કો. એમ.આઈ. મામદાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે.
જયારે મુળ મહારાષ્ટ્રના ચાકણ ગામનો અમીતભાઈ બાબુભાઇ કડ નામનો 35 વર્ષનો યુવાન દ્વારકા દર્શનાર્થે આવેલ અને સતવારા સમાજની વાડી ખાતે ઉતારો હોય દરમિયાન તેનું હ્નદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ બનાવ અંગે મૃતકના પત્ની સારીકાબેનએ દ્વારકા પોલીસમાં જાણ કરતા હે.કો. આર.બી. હેરભા આગળની તપાસ ચલાવી રહ્યા છે.