જામનગર મોર્નિંગ - જામનગર હાલમાં ડુંગળી અને લસણનો ભાવ તળિયે જતા જામનગર શહેર-જિલ્લા કોંગી સમિતિ દ્વારા ગઈકાલે ખેડૂતોને સાથે રાખી જામનગર જિલ્લા પંચાયત પાસે ડુંગળી અને લસણનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ વેળાએ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, વિપક્ષ નેતા અલ્તાફ ખફી, કોંગી આગેવાનો દિગુભા, યુસુફ ખફી, સહારાબેન મકવાણા અને શહેર કોંગી પ્રમુખ ગિરીશ અમેથિયા સહિતના આગેવાનો કાર્યકરો વિગેરે હાજર રહ્યા હતા.