જામનગર મોર્નિંગ - દ્વારકા. ભાણવડથી 2 કિમિ દુર આવેલ વાડી વિસ્તારમાં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળી આત્મહત્યા કરી લેતા સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ આગળની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ ભાણવડના ત્રિવેણી નદીની બાજુમાં રહેતા દિલીપભાઈ જીવાભાઈ ગોઢાણીયા નામના 35 વર્ષના યુવાને માનસિક બીમારીથી કંટાળી પોતાની વાડીએ જંતુનાશક ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગયા છે આ બનાવ અંગે રાજુભાઈ જેઠાભાઇ ગોઢાણીયાએ ભાણવડ પોલીસ મથકે જાણ કરતા એએસઆઇ એલ.એલ. ગઢવી આગળની તપાસ ચલાવી રહ્યા છે.