રૂ. 7.47 લાખની કિંમતનો 2164 બોટલ દારૂ-બિયરનો નાશ 


 

જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર જિલ્લાના સિક્કા પોલીસ મથકે સમયાંતરે ઝડપાયેલ ઈંગ્લીશદારુના જથ્થાના જામનગરના એતપોર્ટ ખાતે નાસ કરવામાં આવ્યો હતો. આ વેળાએ એએસપી, એસડીએમ, સિક્કા પીએસઆઇ અને ડીસ્ટાફ તથા નશા બંધી અધિકારી હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના સિક્કા પોલીસે સમયાંતરે ઝડપેલ ઈંગ્લીશ દારૂના જથ્થાનો જામનગરના એરપોર્ટ નજીક મેદાનમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ઈંગ્લીશ દારૂ અને બિયર સહિત કુલ મળી રૂ. 7,46,900ની કિંમતની 2164 બોટલના વિશાલ જથ્થા પર રોલર ફેરવી દેવાયું હતું. આ કામગીરી નશાબંધી અધિકારી, જામનગર એસડીએમ, એએસપી સંદીપ ચૌધરી, સિક્કા પીએસઆઇ એસ.કે. સીસોદીયા તથા સ્ટાફના પ્રભાતસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, એ.જે. સરવૈયા અને હિતેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા કરવામાં આવી હતી.