જામનગર મોર્નિંગ - દ્વારકા : મીઠાપુર ટાટા કંપનીના એરિયામાંથી કોપરની ચોરી કરનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપી લઇ રૂ. 15,900ની કિંમતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ મીઠાપુર સ્થિત ટાટા કંપનીના એરિયામાંથી કોપરનો આશરે રૂ. 15900ની કિંમતનો 53 કિલો જથ્થો ચોરી થયાની ફરિયાદ મીઠાપુર પોલીસમાં કર્મચારી મહેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવાય હતી જે અંગે તપાસ દરમિયાન આ શખ્સની ચોરી કરી લઇ જનાર નવઘણભા રાજશીભા નારણ, માણેકભા સીદીભા કેર, ભરતભા રાજુભા નાયાણી નામના ત્રણેય ભીમરાણા ગામના શખ્સની પોલીસે ધરપકડ કરી મુદામાલ કબ્જે લીધો હતો ને ઝડપાયેલ શખ્સોને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.