જામનગર મોર્નિંગ - દ્વારક. ખંભાળીયામાં ટ્રાફિકને અડચણરૂપ રેંકડી, વાહન રાખતા પોલીસે રેંકડી ધારકો અને રીક્ષા ચાલક સામે ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ ખંભાળીયામાં ટ્રાફિકને અડચણરૂપ રેંકડી જાહેર રોડ પર અકસ્માત સર્જાય તે રીતે રાખતા ધનસુખ ભીખુભાઈ, મનસુખ છગનભાઇ અને જીજે 23 યુ 8376 નંબરની રીક્ષા ચાલક રસુલખાન કાસમખાન સામે સ્થાનિક પોલીસે આઇપીસી કલમ 283 મુજબ ગુન્હો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.