ઓનલાઇન મોબાઈલ ફોનના પ્રશ્ને ડખ્ખો થયો : ડિલિવરીમેન સહિતનાઓ સામે રાવ

મળતી વિગત મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં.58માં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા ભરત સુરેશભાઈ ભદ્રા નામના 19 વર્ષના વિધાર્થી યુવાને એમેઝોન કંપનીમાંથી ઓનલાઈન મોબાઇલ ફોન મગાવ્યો હતો જે ફોન ઈ કાર્ટ કુરિયર કંપનીમાં આવ્યું હતું જે કંપની દ્વારા 7951734444 નંબરના મોબાઈલ ફોન ધારક મારફતે મોબાઈલ ફોન મોકલાવ્યો હતો.
પરંતુ વિધાર્થી યુવાને હાલમાં પોતાની પાસે પૈસા નહીં હોવાથી કુરિયર કંપનીના ડિલિવરીમેન દ્વારા બબાલ સર્જી પોતાના બે સાગરીતો ક્રિષ્ના નામની વ્યક્તિ તેમજ તેનો વધુ એક સાગરીત વગેરે ત્રણેય શખ્સ વિધાર્થી ઉપર તૂટી પડ્યા હતા અને ધોકા-પાઇપ, મુઠ જેવા હથિયારો વડે હુમલો કરી ઘાયલ કરી લીધો હતો જેથી તેને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર કરાવ્યા પછી તેણે ઉપરોક્ત ત્રણેય હુમલાખોર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 323, 504, 114 અને જીપીએકટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment