જામનગર મોર્નિંગ - જામનગર : લાલપુર પોલીસ સ્ટેશન હેઠળના દારૂના ગુન્હાઓમાં નાસ્તા-ફરતા બે આરોપીઓને રાજકોટ આરઆરસેલની ટીમે પોરબંદર પંથકમાં વોચ ગોઠવી ઝડપી લીધા છે અને લાલપુર પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

જયારે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બોડીયાનેશ ગામના બધાભાઇ વેજાભાઇ મોરી નામના માલધારી રબારી શખ્સ સામે પણ લાલપુર પોલીસ મથકમાં દારૂબંધી ભંગ બદલ ગુન્હો દાખલ કરાયો હોવાથી આરઆરસેલની ટીમે ધરપકડ કરી લઇ લાલપુર પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
0 Comments
Post a Comment